Crime Reporter – Keyur Parmar – Dahod
દાહોદના ગોડી રોડની પશુપતિનાથ સોસાયટીમાં રહેતા બદુભાઈ ધનાભાઇ બામણીયા દાહોદ બેંક ઓફ બરોડામાં 30 વર્ષતી કેશિયર તરીકે ફરજ બજાવે છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી પોતાને જરૂર હોઈ ઉછીના રૂપિયા વ્યાજે લીધા હતા. જે રૂપિયાના ની ઉધારી અને વ્યાજ વાળા બેંકો માં આવી ધમકાવતા તેને કારણે બેંકમાંથી 63લાખ રૂપિયાથી વધુ રૂપિયા ઉપાડી અને તેમાંથી 58 લાખ જેટલા પરત જમા કરાવી દીધા હતા અને 8લાખ જેટલી રકમ હજી જમા કરવાની બાકી હોવાના કારણે તેમની ઉપર નાણાની ઉચાપત નો કેસ નોંધાયો છે.
પરંતુ બેંકના કર્મચારી અને એ પણ એક કેશિયર જો નાણા ની ઉચાપત કરે અને દોઢ વર્ષ સુધી બેન્કના મેનેજેરને ખબર ના પડે તે અચંબો પમાડે તેવી બાબત છે.
આગળ તો પોલીસ તપાસ નો વિષય છે કે આ ઘટના કેવી રીતે ઘટી અને આમે અન્ય કોઈ સ્ટાફ કર્મીઓ શામિલ છે કે કેમ ? આ જો ખરેખર થયુજ છે તો દોઢ વર્ષ સુધી બેંકના ઉપલા અધિકારીઓ સુ બિલાડીની માફક અખો બંધ કરી કામ કરતા હતા ? એ યક્ષ પ્રશ્ન લોકોના મન માં ઉઠી રહ્યો છે.