Sunday, December 29, 2024
Google search engine
HomeViramgam - વિરમગામ"બેટી બચાવો, બેટી પઢાઓ" થીમ પર વાસુકિયા પરિવારની દિકરીના પ્રથમ જન્મ દિવસની...

“બેટી બચાવો, બેટી પઢાઓ” થીમ પર વાસુકિયા પરિવારની દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી

 

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)NILKANTH  VASUKIYA – VIRAMGAM

બચાવો, બેટી પઢાઓ” નો સંદેશ લોકો સુધી પહોચાડવા માટે દિકરીના પ્રથમ જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ

સામાન્ય રીતે દિકરા કે દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી મોલ, મલ્ટીપ્લેક્ષ કે હોટલમાં જઇને પરીવાર સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ ખંભાત તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા ગૌરવભાઇ વાસુકિયાએ દિકરીનો પ્રથમ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસમાં ફરજ બજાવતા નીલકંઠભાઇ વાસુકિયાની પ્રેરણાથી ગૌરવભાઇ તથા હેતલબેનના દિકરી નિયતી વાસુકિયાના પ્રથમ જન્મ દિવસની “બેટી બચાવો, બેટી પઢાઓ” થીમ પર ઉજવણી કરવામાં આવી હતી અને બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નીલકંઠભાઇ વાસુકિયા, ગૌરવભાઇ વાસુકિયા, જગદિશભાઇ રાઠોડ, વંદનાબેન, હેતલબેન, લાભુબેન, ભાર્ગવ, શિવાંશ ઉપસ્થિત રહ્યા હતા.
“બેટી બચાવો, બેટી પઢાઓ” થીમ પર દિકરીના પ્રથમ જન્મ દિવસની ઉજવણી કરવા અંગે ગૌરવભાઇ વાસુકિયાએ જણાવ્યુ હતુ કે, મારા મોટા ભાઇ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે અને અમારા પરીવારમાં દિકરા-દિકરી વચ્ચે ક્યારેય ભેદભાવ રાખવામાં આવતો નથી. દિકરો દિકરી એક સમાન જ છે. દિકરીને પણ જન્મવાનો અધિકાર છે. દિકરીની ભૃણમાં હત્યા કરવી એ મહાપાપ છે. ભારતવર્ષની સંસ્કૃતિમાં માતૃશક્તિને દેવી માનવામાં આવે છે. બેટી બચાવોનો સંદેશ લોકો સુધી પહોચાડવાના ઉમદા હેતુથી મારી દિકરી નિયતી ના પ્રથમ જન્મ દિવસની બેટી બચાવો થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આજની દિકરીઓ પણ દિકરા સમોવડી છે. દિકરીઓની ઘટતી જતી સંખ્યાએ ચિંતાજનક બાબત છે. સૌ કોઇ એ સાથે મળીને દિકરીઓને બચાવવી જોઇએ અને દિકરીઓને પણ ઉત્તમ શિક્ષણ આપવું જોઇએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments