Wednesday, January 29, 2025
Google search engine
HomeNational & International - દેશ વિદેશબેન્ક ઓફ બરોડામાં એક નવા બદલાવની શરૂઆત: સચિન તેંડુલકરની પસંદગી વૈશ્વિક બ્રાન્ડ...

બેન્ક ઓફ બરોડામાં એક નવા બદલાવની શરૂઆત: સચિન તેંડુલકરની પસંદગી વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરાઈ

પ્રીમિયમ બેન્ક ખાતા “બોબ માસ્ટર સ્ટ્રોક બચત ખાતા” ની કરાઈ શરૂઆત 

વૈશ્વિક નેટવર્ક ધરાવતા આપણા દેશમાં લોકોના વિશ્વાસ પાત્ર ધરાવતી બેંકોમાંની એક બેન્ક એટલે “બેન્ક ઓફ બરોડા”. બેન્ક ઓફ બરોડાની વાત કરીએ તો ક્રિકેટના દિગ્ગજ એવા સચિન તેંડુલકરને બેન્ક ઓફ બરોડાના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડરના રૂપમાં પસંદગી કરવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા જયારે વિકાસની નવી દિશા તરફ તેજીથી આગળ વધી રહી છે, ત્યારે સચિન તેંડુલકરની બ્રાન્ડ વેલ્યુથી આ બેંકને નવી ગતિ મળશે. બેન્ક ઓફ બરોડા સચિન સાથે મળીને પોતાના પહેલા અભિયાન “પ્લે ધ માસ્ટર સ્ટ્રોક” ની શરૂઆત કરી રહી છે.

સચિન તેંડુલકર બેન્ક ઓફ બરોડાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા સાથે બેન્કના તમામ બ્રાન્ડિંગ અભિયાનો, ગ્રાહક શિક્ષા અને વિતીય સાક્ષરતાના કાર્યક્રમો કરવા તેમજ છેતરપિંડીને રોકવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમ ઉપરાંત ગ્રાહકો અને કર્મચારીઓ વચ્ચે થતા કોમ્યુનિકેશન જેવા મુખ્ય કાર્યો રહેશે. બેન્ક ઓફ બરોડા ૧૭ જેટલા દેશોમાં વ્યાપકતા ધરાવે છે. એક વૈશ્વિક સ્પોર્ટ્સ બ્રાન્ડના રૂપે સચિન વૈશ્વિક મંચ પર બેંકની બ્રાન્ડને સફળતાની ઊંચાઈઓ સર કરવામાં મદદ કરશે.

બેન્ક ઓફ બરોડાના પ્રબંધ નિર્દેશક અને મુખ્ય કાર્યપાલક અધિકારીશ્રી દેવદત ચાંદએ કહ્યું હતું કે, સચિન એક વૈશ્વિક આઇકન છે. જેવી રીતે સચિનએ પોતાના કરિયરના માધ્યમ થી શ્રેષ્ઠ નેતૃત્વ કરી દેશને પ્રેરિત કર્યો છે તેવી જ રીતે બેન્ક ઓફ બરોડા પણ દેશભરના કરોડો લોકો માટે થઈને એક વિશ્વસનીય બની રહ્યું છે”.

બેંક ઓફ બરોડા આ અવસરે “બોબ માસ્ટર સ્ટ્રોક” ખાતા ફ્લેક્સી ફિક્સડ ડિપોઝીટ સુવિધાના માધ્યમ થકી શેષ રાશિ પર ઊંચા વ્યાજ દર, રિટેલ ઋણ, રિયાયતી વ્યાજ દર જેવી અનેક સુવિધાઓની ઓફર કરી રહી છે. માસ્ટર સ્ટ્રોક ખાતાધારકો માટે આ બેન્ક વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરશે. આ પ્રસંગે સચિન તેંડુલકરએ પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું હતું કે, “હું બેન્ક ઓફ બરોડા સાથે જોડાતા ખુશી અનુભવું છું”. આ બેન્ક નિરંતર સમયની સાથે ઉન્નતિના પથ પર આગળ વધી રહી છે. એક સમયે એક નાની શરૂઆત થકી આગળ વધેલી બેન્ક ઓફ બરોડા આજે ઉત્કૃષ્ટતા, સત્યનિષ્ઠા અને નવા સિદ્ધાંતો સાથે ચાલીને એક અગ્રણી બેંકોમાંની એક બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments