આજ રોજ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ થી અભલોડ બ્રાન્ચ દ્વારા બાવકા હોલ ખાતે મકાઈની નવાઈના ઉપલક્ષમાં દાહોદના સંયોજક મહાત્મા ભુપેન્દ્રભાઈની અધ્યક્ષતામાં સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વીશાળ સંખ્યામાં સંતો અને ભક્તોએ હાજરી આપી હતી.
પહેલા લોકો ઘણું બધું કાર્ય કરતા અને ઘણી બધી ભ્રમણામાં જીવતા, બલી ચડાવતા, મદિરાનું સેવન કરી અને દરરોજ ઝઘડા કરતા પણ જ્યારથી નિરંકારી બાબાજી એમના જીવન માં પ્રવેસ્યા બ્રહ્મનું જ્ઞાન એમના જીવનમાં આવ્યું ત્યારથી એમણે બધા ભ્રમ – વહેમો અને બદીઓ છોડી સત્સંગ કરાવી સંતોને બોલાવી અને પોતાના ઘરે પાકેલું નવું ધાન ગુરુના ચરણોમાં મૂકી સંતોને ખવડાવી અને નવાઈની ઊજવણી કરે છે આ રીતે એમના જીવનમાં બ્રહ્મના આવવા થી ભ્રમની સમાપ્તિ થઈ ગઈ અને જીવનમાં ખુશીઓ આવી ગઈ.
આજુબાજુથી મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી ભક્તિ રસનો આનંદ પ્રાપ્ત કર્યો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેવાદળ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું અંતમાં મુખીશ્રી ચતુર ભાઈ દ્વારા આભાર વ્યક્ત કરવા માં આવ્યું હતું અને પછી બધા લંગર (ભંડારો) ગ્રહણ કરી અને સત્યનો પ્રચાર કરવાના સંકલ્પ સાથે રવાના થયા.