Saturday, April 5, 2025
Google search engine
HomeDahod - દાહોદબ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ, દાહોદ ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની...

બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ, દાહોદ ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસની ઉજવણી કરાઈ


બાળ લગ્ન, બાળ મજુરી અને દહેજ પ્રથાનો મક્કમતા થી વિરોધ, દીકરીઓનું શિક્ષણમાં ડ્રોપ આઉટ, બાળકોની રક્ષા અને સલામતી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ.

યુનિસેફ (SSE INDIA) દ્વારા એસ્પાયર પ્રોગ્રામ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત બાલિકા પંચાયતની દીકરીઓ સાથે “આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ”ની ઉજવણી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ,દાહોદ ખાતે કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાલિકા પંચાયત દ્વારા દીકરીઓના જન્મને વધાવવા, સમાનતાના હક, બાળકોના હક, દીકરીઓમાં પંચાયતી રાજ, જાતિગત ભેદભાવ, કિશોર-કિશોરી માટે એસ્પાયર પ્રોગ્રામ જીવન કૌશલ્ય અને સ્વ-રક્ષણ તાલીમ, શાળામાંથી કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પ્રવૃતિઓ થકી ચેમ્પિયનની ઓળખ, બાળ લગ્ન, બાળ મજુરી અને દહેજ પ્રથાનો મક્કમતાથી વિરોધ, દીકરીઓનું શિક્ષણમાં ડ્રોપ આઉટ, બાળકોની રક્ષા અને સલામતી જેવા મહત્વના જુદા-જુદા મુદ્દાઓ પર બાલિકા પંચાયતની ભાગીદારી થકી ખાસ ઝુંબેશ સ્વરૂપે બાલિકા પંચાયતની ૦૧ સરપંચ અને અન્ય સભ્યની રચના કરવામાં આવી હતી.

આ નિમિતે ઝાલોદ, ગરબાડા , દાહોદ તાલુકાના જુદા-જુદા ગામોની બાલિકા પંચાયતની દીકરીઓ ઉપસ્થિત રહી દીકરીઓ દ્વારા કરવામાં આવતી બાલિકા પંચાયત થકી કામગીરી તેમજ ભવિષ્યના તેઓના મુદ્દા પર તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે વિસ્તાર પૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી દ્વારા કાર્યક્રમ અંતર્ગત દીકરીઓને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું લક્ષ્ય નક્કી કરી તેમાંથી આજના કાર્યક્રમને અનુરૂપ ખુશી શોધી ખુબજ આગળ વધવા પ્રેરણા પુરી પાડવામાં આવી તેમજ તેઓ દ્વારા-સરીતા ગાયકવાડ, શિતલ રાઠવા અને સુનિતા વિલિયમ્સની અડગ, ધૈર્યની વાત જણાવી દીકરીઓને ઉદાહરણ પૂરું પાડી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એ સાથે દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પંકજ પટેલ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રવર્તમાન વિવિધ દુષણોને નાબુદ કરી દીકરીઓના સર્વાગી વિકાસ સાધવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. વધુમાં કાર્યક્રમમાં ઊપસ્થિત બાલિકા પંચાયતના સભ્યોને બાલિકા પંચાયતના લોગો સાથે ટી- શર્ટ, કેપ અને બ્રોન્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ દરમ્યાન બાલિકા પંચાયતની દીકરીઓને પ્રોત્સાહન આપવા હેતુ સોશ્યલ પોલીસી સ્પેશ્યાલીસ્ટ યુનીસેફ, ગાંધીનગરથી દિનેશ પાટીલ, જાનકીબેન, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન શ્રીમતિ રંજનબેન, SSE ઇન્ડિયાના સીઈઓ – સલભ મિતલ, બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દાહોદના મેનેજીંગ ટ્રસ્ટી યુસુફ કાપડીયા તેમજ દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહનકુમાર ચૌધરી અને પંકજ પટેલ-દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી દાહોદ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments