Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ....

ભગીની સમાજ દાહોદ ખાતે રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદ દ્વારા એચ. આઇ. વી. દર્દીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા

૧ લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણી નિમિત્તે ડિસ્ટ્રિક્ટ એઈડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ દ્વારા આયોજિત અને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી ઇન્ચાર્જ જિલ્લા ટીબી / એચઆઈવી અધિકારી એ.આર. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તથા રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના પ્રમુખ ખાનચંદ ઉડવાણી, સેક્રેટરી અલીભાઈ ચુનાવાલા, ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ, ચેર પરસન શબ્બીરભાઈ નગદી, ચેર પરસન મુકેશભાઈ માળી, ચેર પરસન છોટુભાઈ બામણીયા, ચેર પરસન રમેશભાઈ જોષીના હસ્તે જરૂરિયાતમંદ લાભાર્થીઓને ધાબળા વિતરણ તથા પોષાક-આહાર વિતરણ કરવામા આવ્યુ હતુ.

આ કાર્યક્રમના ભાગરૂપે ડાયરેક્ટર બાદલભાઈ પંચાલ અને ચેર પરસન છોટુભાઈ બામણીયા દ્વારા રોટરી ક્લબ દાહોદના ઇતિહાસ અને તેના નેજા હેઠળ લોકોના હિત માટે સામાજિક કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ક્ષય કેન્દ્રના ઇન્ચાર્જ ડિસ્ટ્રીક ટીબી એચઆઇવી ઓફિસર ડો. એ.આર. ચૌહાણ દ્વારા એચઆઇવી/એઇડ્સ વિશે પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતુ. ડિસ્ટ્રીક એઇડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, એઆરટી સેન્ટર, લિંક વર્કર સ્કીમ, ટી. આઈ. વિગેરેના તમામ સ્ટાફનાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ વર્ષે WHO ની 2024 ની થીમ “Take the right path:my health,my right” ના સૂત્ર સાથે A.R.T. સેન્ટર દાહોદ દ્વારા એચઆઇવી /એઇડ્સ વિષયક જનજાગૃતિ તથા દવાની મહત્વતા વિશે રોલ પ્લે દ્વારા સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ જરૂરિયાત મંદ લાભાર્થીને રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સિટી દાહોદના સહયોગથી કુલ ૧૦૦ જેટલા લાભાર્થીઓને ધાબળા તથા પોષાક-આહારની ચેરિટી કરવામાં આવી. કાર્યક્રમના અંતે ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ યુનિટ, દિશા દાહોદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમ્યાન રોટરી ક્લબ ઓફ સ્માર્ટ સીટી દાહોદના દાતાઓ જિલ્લા કક્ષાનો આરોગ્ય સ્ટાફ, SBCC ના સભ્યો અને દર્દીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments