દાહોદ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમી આધારે દાહોદ LCB પી.આઈ. એસ.એમ. ગામેતીનાઓની સુચના મુજબ આજ રોજ
એલ.સી.બી. પી.આઈ. ડી.આર. બારૈયા તથા પી.આઈ. એસ.જે. રાઠોડ તથા પી.આઈ. આર.જે.ગામીત તથા
એલ.સી.બી.ની ટીમો દાહોદ રૂલર ડીવીજન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમા પેટ્રોલિગમાં નીકળેલ તે સમયે બાતમી પેટ એલ.સી.બી. ટીમને હિકકત મળેલ કે એક XUV ગાડી નંબર – GJ-09-BB-8181 મધ્યપ્રદેશથી થઈ પીપલોદ તરફ જવાની છે તેને આધારે વોચ ગોઠવી વ્યુહાત્મક રીતે આયોજન બદ્ધ ભારતીય બનાવટનો વિદેશી દારૂ- બિયર પેટી બૉક્સ નંગ 13 બોટલ નંગ 504 જેની કિંમત રૂ . 70,800/- તથા
બીજી બાતમી ના આધારે ટેન્કર નંબર GJ-20-X-5013 જેમ 764 નંગ પેટી માં 15396 નંગ બોટલ ની કી.રૂ 62,04,588/- મુદ્દામાલ તથા ટાટા ટેન્કર કી. રૂ 20,00,000/- 2 નંગ મોબાઈલ કી રૂ 10000/- કુલ મળી ને રૂ 82,14,588/- મુદ્દા માલ જોડે ત્રણ આરોપી ને પકડી જેલ ભેગા કરી દીધા જેમાં દાહોદ એલસીબી પી.આઇ. ગામીતી તથા તેમની ટીમએ આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ.