PRIYANK CHAUHAN – GARBADA
આજરોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ફાઇનલ ક્રિકેટ મેચ જોવા માટે ગરબાડાના ક્રિકેટ પ્રેમી જનતાએ ગરબાડામાં બજાર વચ્ચે પ્રોજેક્ટર મૂકી મોટી સ્ક્રીન ઉપર ફાઇનલ ક્રિકેટ મેચ નિહાળી હતી. ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ફાઇનલ મેચ મોટી સ્ક્રીન ઉપર જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ એકઠા થયા હતા અને મોટી સ્ક્રીન ઉપર મેચ નિહાળવાનો લ્હાવો લીધો હતો. જે તસ્વીરમાં નજરે પડે છે. આ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રને હરાવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી.