દાહોદ થી લીમખેડા વચ્ચે મંગલમહુડી ગામે ઈન્દોરે થી દાહોદ થઇ અમદાવાદ તરફ જતી એક ખાનગી બસના કેરીઅર ઉપર વધારા નો સામાન બાંધેલો હોવાથી ડ્રાઈવરે અંડરપાસનાં ગેજની ઉચાઇ જોયા વગર સવારના આશરે 7.00 કલ્લાકે બસ અંડરપાસમાં લઇ જવા જતા તે વધારે ઉંચાઈ નાં કારણે ફસાઈ ગઈ હતી.. અને એક બાજુ દાહોદ સુધી અને બીજી બાજુ લીમખેડા સુધી ગાડિયોની લાંબી કતારો થઇ ગઈ હતી. ત્યાર બાદ દાહોદ આર.પી. એફ ને જાણ થતા ASI RPF ત્યાં ઘટના સ્થળે આવી અને આ ખાનગી લક્ઝરી બસ ને બહાર કઢાવી અને દાહોદ રેલ્વે સ્ટેશન મૂકી અને રેલ્વે ની ન્સંપત્તી ને નુકશાન ની રેલ્વે એકટ ની કલમ 154 મુજબ કાર્યવાહી કરી હતી.