KEYURKUMAR PARMAR –– DAHOD.
દાહોદ – ઇન્દોર લાઈન પરિયોજનાના ભાગ રૂપે ગુજરાતના ઊંચવાણિયા ગામે મધ્ય પ્રદેશના પિટોલ રેલ્વે સ્ટેશનના નવીન અને અદ્યતન ભવનનો સિલાન્યાસનો કાર્યક્રમ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના વરદ્હસ્તે અને DRM રતલામ રજનીશ કુમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
દાહોદ રતલામ ડિવિઝનના DRM રજનીશ કુમાર આજે તા.૧૭/૦૭/૨૦૨૩ ને સોમવારના રોજ સવારે પહેલા દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ઈન્સપેક્શન કર્યું હતું અને ત્યાર બાદ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સુધીરભાઈ લાલપુરવાલા, ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, વિજય પરમાર સાથે દાહોદ સ્ટેશન ઉપર બેઠક કરી અને દાહોદને રેલ્વેના સ્ટોક, ટિકિટ બારી, અને અન્ય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ત્યારબાદ દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય ગરબાડા મહેન્દ્ર ભાભોર, વિજય પરમાર તથા દાહોદ DRM રજનીશ કુમાર સાથે રેલ્વેની પૂરી ટીમ દાહોદના ઊંચવાણીયા ગામે પહોંચી હતી, જ્યાં મધ્યપ્રદેશના પિટોલનું નવીન રેલ્વે સ્ટેશનનું ભવન બનવાનું છે. દાહોદ થી કતવારા સુધી દાહોદ ઇન્દોર રેલ્વે લાઈનનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે ક્તવારા થી પીટોલ સુધીની લાઈનનું કામ ગતી પકડી રહ્યું અને આ વિસ્તાર ખૂબ ઘાટ અને ડુંગરાળ હોવાથી સમય લાગી રહ્યો છે અને દાહોદ થી પિટોલ લાઈનનો અંદાજિત ખર્ચ રૂપિયા 500 કરોડ છે આમ આ દાહોદ – ઇન્દોર રેલ પરિયોજનામાં ગુજરાત તરફી કામ લગભગ ક્લિયર છે અને ત્યાં કોઈ તકલીફ નથી. આવનાર સમયમાં હવે પછી પિટોલ થી ઝાબુઆ લાઈનનું કામ શરૂ થશે અને હવે આ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધશે તેવું DRM રતલામ રજનીશ કુમારે જણાવ્યું હતું.