KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ તા.૧૩/૦૧/૨૦૧૮ શનિવારે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ, દાહોદ તરફથી પંચમુખી હનુમાનજી મંદિર સામે, મંડાવાવ રોડ પર આવેેેલ બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલમાં રહેતા અંધ બાળકોને પતંગ, ફિરકા, ગુબ્બારાનું વિતરણ કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી.
ઉત્તરાયણ પર્વ પ્રસંગે દાનનો અનેરો મહિમાં હોય છે માટે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રિતેશ ભાટીયા, ઉપપ્રમુખ શ્રદ્ધા ભડંગ, મંત્રી શીતલબેન પરમાર તથા ટ્રસ્ટના અન્ય સભ્યો દ્વારા બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલમાં રહેતા અંધ બાળકો માટે સૌ પ્રથમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, ત્યારબાદ તે દરેક અંધ બાળકને ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ તથા ફિરકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આકાશમાં સપ્તરંગી ફુગ્ગા છોડવામાં આવતા આકાશ આ ફુગ્ગાઓને લીધે સપ્તરંગી બની રંગાયું હતું. મકરસંક્રાંતિ ઉત્સવની ઉજવણીમાં હળવાશની આ પળો પ્રજ્ઞાચક્ષુઓને સંગ ઉજવી મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું.
જેમને સ્પર્શથી ઓળખ્યા પતંગને, અટકળિયા અંધારે દીઠા રંગ આંખે અંધારેને, છતાં આકાશે ઉડતી રંગબેરંગી ફુગ્ગા ઉડાવાનો ઉમંગ, જોનારા જોતા રહી ગયા ને ઘડી ભરતો ઈશ્વર પણ રહી ગયો દંગ. આ ઉક્તિને મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો દ્વારા સાર્થક કરવાનો આ પ્રથમ અને અનેરો પ્રયાસ વખાણવા યોગ્ય છે.