Thursday, December 5, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરામાઈક્રોડોનેશન, કાર્યાલય નિર્માણ, વન ડે - વન ડીસ્ટ્રીક્ટ જેવા વિષયો માટે ફતેપુરા,...

માઈક્રોડોનેશન, કાર્યાલય નિર્માણ, વન ડે – વન ડીસ્ટ્રીક્ટ જેવા વિષયો માટે ફતેપુરા, સંજેલી અને ઝાલોદ ભાજપની મીટીંગ યોજાઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારના સતત પ્રવાસને કારણે દાહોદ જીલ્લા ભાજપ સંગઠન મજબુત સ્થીતિમાં.

આગામી કાર્યક્રમો જેવા વિષયોને લઈને દાહોદ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારના પ્રમુખ સ્થાને તેમજ મહામંત્રી નરેન્દ્ર સોનીની વિશેષ ઉપસ્થિતમાં આજે તા.૨૨/૦૨/૨૦૨૨ ને મંગળવારના રોજ ફતેપુરા, સંજેલી અને ઝાલોદ ગ્રામ્ય મંડળની મીટીંગ યોજાઈ હતી.

આજ રોજ જીલ્લા ભાજપ દ્વારા ફતેપુરા, સંજેલી અને ઝાલોદ ગ્રામ્ય મંડળની પાર્ટીની જવાબદારી નિભાવતા પદાધિકારીઓની વિશેષ મીટીંગ યોજાઈ હતી. જેમાં મોદી એપ દ્વારા ચાલતા “માઈક્રોડોનેશન“ માં દરેક કાર્યકર્તા પાંચ રૂપિયા લઈને એક હજાર રૂપિયા સુધી દાન કરે તેવી અપિલ કરવામાં આવી હતી, જીલ્લા ભાજપનું ભવ્ય અને દિવ્ય કાર્યાલયનું નિર્માણ થઈ રહ્યું છે તેની પ્રત્યેક ઈટ – ચણતરમાં કાર્યકર્તા ઓનું યોગદાન રહે તે માટે સારો ફાળો આપવા સમજ આપવામાં આવી હતી. આવનારા સમયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ “વન ડે – વન ડીસ્ટ્રીકટ” યોજના અંતર્ગત દાહોદ જીલ્લાના પ્રવાસે આવનાર છે, ત્યારે બાકી રહેતા સંગઠના તમામ કાર્યો પુર્ણ કરવા જણાવાવામાં આવ્યું હતું. આમ ત્રણેય તાલુકામાં જીલ્લા પ્રમુખ, મહામંત્રીના ઝંઝાવાતી પ્રવાસ થતા સમગ્ર સંગઠન એક્શન મોડમાં આવી ગયું હતું.
આ મીટીંગમાં જીલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જીલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની, મંડળ પ્રભારી મુકેશભાઈ બંમ, નિલમબેન ડિંડોર, રામાભાઈ પારગી, નાનુભાઈ ભગોરા, જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ જીલ્લા અને તાલુકાના પદાધિકારીઓ, જીલ્લા સભ્યો, તાલુકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments