દેશ માટે આહુતિ આપનાર વીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપવા દેશભરમાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ નીકળી રહી છે, ત્યારે આજે તા.૧૨/૧૦/૨૦૨૩ ને ગુરુવારના રોજ દાહોદ તાલુકાના ઉછવાણીયા, લિમડાબરા, રાછરડા સહિત ના ગામ ખાતે ‘અમૃત કળશ યાત્રા’ નીકળી. જેમાં ઉમળકા ભેર ગ્રામજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ યાત્રા દરમ્યાન સૌ ગ્રામજનો પાસે થી માટી એકત્રિત કરી યાત્રા દ્વારા એકઠાં થયેલા માટી અને ચોખાનો ઉપયોગ દિલ્લી ખાતે કર્તવ્ય પથ સમીપ ‘અમૃત વાટિકા’ના નિર્માણમાં ઉપયોગ કરવામાં આવશે.
દાહોદ તાલુકામાં જ્યારે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ‘અમૃત કળશ યાત્રા’ નીકાળવામાં આવી ત્યારે તેમાં દાહોદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ તાલુકા પ્રમુખ મુકેશ લબાના તથા અન્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.