જયારે ઉપરોકત વિદ્યાર્થીની ને પોતાની માર્કશીટ પોસ્ટ દ્વારા તેઓના હાથંમાં આજે આવતા માર્કશીટ ઉપર અન્ય પુરુષ વિધાર્થીનો ફોટો જોઈને ચોંકી ઉઠયા હતા. જો કે આ વિદ્યાર્થીની પરીક્ષામાં ઊતીર્ણ થઇ હતી. આમ એક મહિલાવિદ્યાર્થીની ની માર્કશીટ ઉપર અન્ય પુરુષ વિદ્યાર્થીનો ફોટો છપાયો હતો. આ બાબતને વિદ્યાર્થીની ના વાલીએ બોર્ડના આ છબરડાને લઈને બોર્ડ દ્વારા મોટા પાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. જયારે પરિણામા ફોટા સુધારા માટે વિદ્યાર્થીની ને ગાંધીનગર સુધી લાંબા થવાનો વારો આવ્યો છે તો તેનુ જવાબદાર કોણ? શું આવિદ્યાર્થીની એ રાજય પરીક્ષા બોર્ડ ઉપર દાવો કરવો જોઇએ? આ પ્રકારની ભૂલ બોર્ડ દ્વારા થાય તો આવા અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થશે એ એક વિકટ પ્રશ્ન છે? આવી રીતે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે બોર્ડ દ્વારા થતા છબરડાઓ ના જવાબદર કોણ? અન્ય 2 વિદ્યાર્થીઓનું પણ જે નામ ના વિદ્યાર્થીઓ છે તેમના ફોટોની જગ્યાએ બીજા કોઈ વિદ્યાર્થી નો ફોટો છે. જેઓના નામ આ પ્રમાણે છે. લીમખેડા નગરના સુરેશકુમાર બાબુભાઇ તથા જીગર નગીનભાઈ પ્રજાપતિએ દાહોદ મુકામે ટેટ -2 ની પરીક્ષા આપી હતી. બંન્ને વિદ્યાર્થીઓની માર્કશીટ પોસ્ટ દ્વારા તેઓના હાથંમાં આજે આવતા માર્કશીટ ઉપર અન્ય વિદ્યાર્થીઓની તસવીરો જોઈને તેઓ પણ ચોંકી ઉઠયા હતા. જોકે બંન્ને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊતીર્ણ થયા હતા. પરંતુ સુરેશકુમાર બાબુભાઈ જાદવની માર્કશીટ ઉપર અન્ય વિદ્યાર્થીની તસવીર છપાઈ હતી. જ્યારે જીગર નગીન ભાઈ પ્રજાપતિ માર્કશીટ ઉપર અન્ય વિધાર્થીનૉ ફૉટૉ છપાયૉ હતો.