રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના / પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર / સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે.
સ્પર્શ લેપ્રસી અવરનેશ કેમ્પેઈન તા. ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધી સઘન રીતે યોજાશે. જે અંતર્ગત દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એન્ટી લેપ્રસી ડે અને સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. ૩૦ જાન્યુઆરીના રોજ એન્ટી લેપ્રસિ ડે ઉજવાતો હોય છે. જે અંતર્ગત ૩૦ જાન્યુઆરીના રોજ સમગ્ર ગામોમાં રક્તપિત અંગે તમામ લોકોને જાણકારી મળે તેમજ રક્તપિતના દર્દીઓને લોકોનો પણ સાથ સહકાર મળે એ માટે પ્રચાર – પ્રસારની કામગીરી કરવામાં આવશે, જેથી કરીને રક્તપિત્તનાં દર્દીઓને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે પણ સહાયકરુપ થાય. જેમાં જાહેર સ્થળોએ ભવાઈ, ગામે-ગામ સ્કૂલના બાળકો દ્વારા રેલીનું આયોજન, ગ્રામ્ય આરોગ્ય સમિતિ સાથે મીટિંગ, વિલેજ હેલ્થ એન્ડ સેનીટેશન કમિટી સાથે મીટિંગ, સોશ્યલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર, રેડીયોના માધ્યમથી પ્રચાર પ્રસાર, હાટ બજારમાં પત્રિકા વિતરણ, લેપ્રસીના દર્દીઓ માટે સ્પેશિયલ આધાર કાર્ડની ઝુંબેશ કરવામાં આવશે.
આ વખતે વર્ષ ૨૦૨૫ ની એન્ટી લેપ્રસી ડે “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેર સમજ દૂર કરીએ અને રક્તપિત – ગ્રસ્ત વ્યક્તિ વણશોધાયેલ ન રહે તે સુનિશ્ચિત કરીએ” ની થીમ સમાજમાંથી રક્તપિત નાબુદ કરવાના અભિયાનમાં હકારાત્મક અભિગમ સાથે કુટુંબ અને દેશને રક્તપિત્ત મુકત કરવાની દિશામાં અગ્રેસર કરવા સઘન ઝુંબેશ યોજાશે.
જિલ્લા રક્તપિત અધિકારીએ જણાવ્યું છે કે, રકત્તપિત્ત રોગના ચિન્હો-લક્ષણો જાણવા જરૂરી છે. રક્તપિત્ત જંતુ જન્યક રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું, રકતપિત્ત હોઈ શકે છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી વિકૃતિ અટકાવી શકાય છે. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને તેમને મદદ કરો. રક્તપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાના/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ વિના મૂલ્યે કરવામાં આવે છે.