દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ભાટવાડા પ્રાથમિક શાળામાં આજ રોજ તા. ૩૦/૦૯/૨૦૧૮ રવિવારના રોજ આચાર્ય, શિક્ષકો, સિનિયર સીટીઝન તથા એન્જિનિયરિંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજાયો. રોટરી કલબ દાહોદ તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન રોટરી ક્લબ દાહોદના અધ્યક્ષ રોટે.છોટુભાઈ, રો.સચિવ રમેશભાઈ જોષી, રો.સાબીર શેખ, તથા રાષ્ટ્ર શક્તિ એકતા મંચના પ્રમુખ ઇકબાલ બુઢા, સચિવ સાબિર નગદી, સચિવ અલી ચુનાવાલા તથા આયોજક રોટે. સી.વી.ઉપાધ્યાય, ડિસ્ટ્રિક્ટક ચેરમેન હસ્તક આયોજન સફળ થયું. જેમાં ઇન્દોરના રો.રીતુ ગૌરવ, ડિસ્ટ્રી. ચેરમેન મેઘનગરના રો. વિનોદબાવના આ.ગવર્નર ભરતજી મિસ્ત્રી, માર્કેટ ચેરમેન અજીતભાઈ રાઠોડ મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષકો – ૦૮, આચાર્યશ્રી – ૦૨, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી – ૦૪ તથા સિનિયર સિટીઝનનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાટવાડા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.