NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ સીનેમેરા નો ફૂડ કોટ લાંબા સમય થી લાઇસન્સ વગર ચાલતો હોવાનું કારણ ધરી ને તેનેઆજે સવારના સવા અગ્યાર વાગ્યાના સમય એ દાહોદ નગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેકટર પિંકલ મોઢીયા અને અન્ય ચાર કર્માંચારીયોને સાથે રાખીને આજે તેને પાસે ફૂડ કોટ નું લાઇસન્સ નથી તેવું કારણ ધરીને ફૂડ કોટ ને સીલ કર્યો હતો.
પરંતુ મહત્વની વાત એ છે કે જો આટલા લાંબા સમય થી જો ફૂડ કોટ લાઇસન્સ વગર હતો તો તે કોના ઇશારે પર ચાલ્યો અને અચાનકજ કેમ તેને લાઇસન્સનું બહાનું ધરી ને સીલ કરવામાં આવ્યો. શું આની તપાસ થશે કે કેમ ? દાહોદના લોકો માં ચર્ચા છે કે કોઈક રાજકારણી નો હમણાં પાછલા દિવસોમાં આ ફૂડ કોટ વલા સાથે બોલાચાલી ઝગડો થયો હતો જેના લીધે આ અચાનક કાર્યવાહી થઇ હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું હતું.
ફૂડ ઇન્સ્પેકટર પિંકલ મોઢીયાના VERSION માટે NewsTok24 ની ટીમે તેમનો સાંજના 4વાગ્યાને 8મીનીટ સુધી સંપર્ક કરવાની કોસિસ કરી હતી પરંતુ તેમનો મોબાઈલ સતત સ્વીચ ઓફ આવતો હતો .