THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
ઈન્ટરનેશનલ એસોસીએશન ઓફ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટ 3232 F1 દ્વારા હીરો ઓફ ધ મંથ એવોર્ડ નાઈટ સત્યનારાયણ લોનસ ગોત્રી વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો. જેના પ્રિસાઇડિંગ ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને એવોર્ડ ફંક્શનના ચેરમેન લા. રમેશભાઈ પ્રજાપતિ હતા. જેમાં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લા. અર્પિલ શાહ ને સપ્ટેમ્બર – ઓકટોબર માસ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિ માટે ગેટ એરિયા લીડર લા. નરેન્દ્ર ભંડારી, એમસીસી લા. જે પી ત્રિવેદી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લા. કૃષ્ણકાંત દેસાઈ, રિજીયન ચેરમેન લા. કમલેશ લિમ્બાચીયા ના હસ્તે “હીરો ઓફ ધ મંથ” એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્હતા.