PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામમાં આજે એકતા રેલીનું અને બેટી બચાવો, પક્ષી બચાવો, સ્વચ્છતા જાગૃતિ, વગેરે થીમ ઉપર રેલીનું આયોજન ટાવર ચોક થી લાયન્સ હોસ્પિટલ સુધીનું આયોજન કરવામાં આવ્યું. લાયન્સ સપ્તાહ તા.૦૨/૦૧/૨૦૧૮ થી તા૦૭/૦૧/૨૦૧૮ દરમિયાન નિદાન કેમ્પ, સામાજીક નાટક, સંગીત સંધ્યા, ઉદઘાટન સહીત કાર્યક્રમો યોજાશે.
લાયન્સ કલબ ઓફ વિરમગામને 50 વર્ષ અને લાયન્સ આંખની હોસ્પિટલને 25 વર્ષ પુર્ણ થતા સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ લાયન્સ કલબ ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલોના જીર્ણોધ્ધાર માટે તા.૨જી થી ૭મી જાન્યુઆરી લાયન્સ સપ્તાહની ઉજવણી થશે. તા.૬ઠી જાન્યુઆરી સાંજે ૦૫:૦૦ કલાકે સુવર્ણજયંતી મહોત્સવ કાર્યક્રમ લાયન્સ હોલમાં યોજાશે. ચીનુભાઇ એચ. શાહ (સમાજ રત્ન) રામપુરા (ભંકોડા) ના વતની હાલ મુંબઇ (ઓર્થોપેડીક હોસ્પિટલના દાતા) ની ઉપસ્થિતીમાં પ્રવીણભાઇ એ.શાહના પ્રમુખ સ્થાને સમારંભ યોજાશે. સેવંતીલાલ વોરા (ચેરમેન), અર્ષદ ઘેંસીયા (પ્રમુખ) અને અતુલ જોઘાણી (સેક્રેટરી) સહીત લાયન્સ કલબની ટીમ મહોત્સવને સફળ બનાવવા મહેનત કરી રહી છે.
લાયન્સ ઈન્ટનેશનલને ૧૦૦ વર્ષ, લાયન્સ ક્લબ ઓફ વિરમગામને ૫૦ વર્ષ અને લાયન્સ ક્લબ(સો.) ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ત્રિવેણી સંગમે લાયન્સ કલબ ૨ જાન્યુ થી ૭ જાન્યુ લાયન્સ સપ્તાહ ઉજવી રહ્યું છે જેના અંતર્ગત આજે એકતા રેલીનું અને બેટી બચાવો, પક્ષી બચાવો, સ્વચ્છતા જાગૃતિ, વગેરે થીમ ઉપર રેલીનું આયોજન ટાવર ચોકથી લાયન્સ હોસ્પિટલ સુધીનું આયોજન કરવામાં આવ્યું જેમાં લાયન્સ સભ્યો અને મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ જોડાયા હતા. રેલીને પ્રમુખ અર્ષદ ઘેંસિયા અને ચેરમેન સેવન્તિલાલ વોરા દ્વારા શરૂઆત કરાવવામાં આવી હતી.