Tuesday, April 15, 2025
Google search engine
HomeDahod - દાહોદલાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા દાહોદરત્ન લાયન્સ એવોર્ડ, નવીન ક્લબની ચાર્ટરઅર્પણવિધિ અને...

લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા દાહોદરત્ન લાયન્સ એવોર્ડ, નવીન ક્લબની ચાર્ટરઅર્પણવિધિ અને મલ્ટિપલ કાઉન્સીલ ચેરમેનશ્રીના સમ્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)KEYUR PARMAR DAHOD BUREAU

દાહોદ શહેરમાં 45 વર્ષથી સેવાકીય કર્યો કરી શહેરની જનતાના હૃદયમાં વસેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા તા. 27મી મે 2016ના રોજ જલારામ પાર્ટી પ્લોટ ખાતે દાહોદ શહેરની વિવિધક્ષેત્રમાં સેવાકીય કાર્યો કરી રહેલી સંસ્થાઓ અને વ્યક્તિઓને દાહોદરત્ન એવોર્ડથી નવાજવાનો કાર્યક્રમ અને સાથે જ દાહોદ શહેરમાં નવીન બનેલલાયન્સ ક્લબ ઓફ દાહોદ મારૂતિનંદનની ચાર્ટર અર્પણવિધિ તેમજ લાયન્સઇન્ટરનેશનલમાં મલ્ટીપલ કાઉન્સીલર ચેરમેન તરીકે ચૂંટાયેલ ચેરમેનનું સ્વાગતનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ગર્વનર અને એમસીસી ચેરમેન લા. રાજેન્દ્ર ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયો. જેમાં અતિથિવિશેષ તરીકે રિજીયન ચેરમેન લા. ભરત પંચાલ, ઝોન ચેરમેન લા. આસીફ મલવાસી અને ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી લા. ભરત ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. દાહોદરત્ન એવોર્ડમાં શહેરની સંતકૃપા સત્સંગ મંડળ (રામરોટી), અર્બન હોસ્પિટલઅને સહજ સંસ્થા તેમજ પ્રો. એસ. આર. રાવ (શિક્ષણ ક્ષેત્રે), શ્રેણિક કોઠારી (પત્રકારત્વ), શબ્બીરભાઈ નીમચવાલા (કળા ક્ષેત્રે) ઘનશ્યામભાઈ સોલંકી (એડ્વેંચર),ઈદરીશભાઈ મલવાસી (ઔદ્યોગીક ક્ષેત્રે) અને કુ. વર્ષા કેવલાણી (સંગીત ક્ષેત્રે) નેગર્વનર અને અન્ય મહેમાનોના વરદ્દહસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

HONDA NAVIHONDA NAVI – RAHUL MOTORS

આ કાર્યક્રમ ની સાથે ક્લબ દ્વારા નવીન બનાવેલ ક્લબ લાયન્સ ક્લબ ઓફમારૂતિનંદનના ચાર્ટર પ્રેસિડેન્ટ લા. રાકેશભાઈ પ્રજાપતિ અને તેમની ટીમને ચાર્ટર અર્પણ કરવામાં આવ્યું હતું. નવીન ક્લબ બનાવવા બદલ લાયન્સ ક્લબ દાહોદના પ્રમુખ લા. ફિરોઝભાઈ લેનવાલા, લા. આસીફ મલવાસી અને લા. ભરત પંચાલને ઇન્ટરનેશનલના સર્ટિફિકેટ અને વર્લ્ડક્લાસ ક્લબની પિનથી નવાજવામાં આવ્યા હતા. એવોર્ડ મેળવનાર મહાનુભાવોમાં સંદીપભાઈ શેઠ, પ્રો. એસ. આર. રાવ અને બાબુભાઇ પંચાલ તેમજ ઝબીનબેન જાંબુઘોડાવાલા, ઈદરીશભાઈ મલવાસી, શબ્બીરભાઈ નીમચવાલા, ઘનશ્યામભાઈ સોલંકી, અને શ્રેણીકભાઇ કોઠારી દ્વારા લાયન્સ ક્લબ દાહોદનો આભાર મણિ ક્લબની પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને ક્લબને જ્યારે પણ જરૂર પડે ત્યારે તેની પડખે ઊભા રહેવાની વાત રજૂ કરી હતી. ક્લબના પ્રમુખ લા. ફિરોઝભાઈ દ્વાર સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ શાનદાર રીતે યોજાયેલ કાર્યક્રમમાં દાહોદ શહેરના અગ્રણી નાગરિકો તેમજ પત્રકારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા લાયન્સ ક્લબ ઓફ દાહોદના લા. મહંમદભાઈ જાંબુઘોડાવાલા, લા. તાહેરભાઈ બાજી, લા. મનસુરભાઈ દાહોદવાલા, લા. દીપકભાઈ શાહ, લા. કુતબુદ્દીનભાઈ રાવત, લા. દિલીપભાઇ મહેતા, લા. અનિલ અગ્રવાલ, લા. મહેશભાઇ ચૌધરી, લાયોનેસ પ્રેસિડેન્ટ લાયો. ફાતેમાબેન જાંબુઘોડાવાલા અને તેમની ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન લા. આશીષભાઈ મોદી દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યકરમના અંતે આભારવિધિ લા. અજગરીભાઇ માખરીયા દ્વારા કરવામાં આવી હતી અને મલ્ટીપલ કાઉન્સીલ ચેરમેન દ્વારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોને માહિતગાર કર્યા હતા અને લાયન્સ ક્લબ દાહોદની ટીમવર્કથી કામ કરતી ક્લબ ગણાવી લોકોની સેવા કરવા બદલ અભિનંદન પાઠવી એવોર્ડ મેળવનાર સૌ મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments