દાહોદ જિલ્લાના લીમખેડાના જેતપુર (દુ) ગામમાં હડફ નદી ઉપર મેજર બ્રિજના ખાતમુહૂર્ત નો કાર્યક્રમ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચુભાઇ ખાબડ ના વરદ હસ્તે તેમજ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં યોજાયો તેમજ સુથાર ફળિયા પ્રાથમિક શાળાના ૩ ઓરડાનું કર્યું લોકાર્પણ.
જેતપુર (દુ) ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા આદિવાસીઓની બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં આવેલા કુલ 9 (નવ) તાલુકાઓ પૈકીના એવા લીમખેડા તાલુકામાં આવેલું એક ગામ છે. જેતપુર (દુ) ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે મકાઈ, ઘઉં ,ડાંગર, મગ, અડદ, અન્ય કઠોળ તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો ઉપલબ્ધ છે .
સાંસદ જસવંતસિંહ એ જણાવ્યું હતું કે આ ગામથી અવર જવર કરવા માટે લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી કારણકે સીધો કોઈ રોડ બાંડીબાર જવા માટે હતો નઈ અને લીમખેડા થી 15 કિલોમીટર ફરી ને જવું પડતું જે હવે માત્ર 7 કિલોમીટરમાં પહોચી જવાશે જેના કારણે ચોમાસામાં જનજીવન ઉપર આની માઠી અસર પડતી હતી અને ભણતર, આરોગ્ય, ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડતી હતી અને આ પંથકના લોકોની લાંબા સમય થી માંગ હતી જેને ધ્યાને લઇ લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને અમારા બધાના સંયુક્ત પ્રયાસોથી સફળતામાં પરિણમતાં ગુજરાત રાજ્ય માર્ગ મકાન (પંચાયત) વિભાગ દ્વારા રૂપિયા છ કરોડ ની માતબર રકમથી એક વર્ષમાં 120 મીટરના હડફ નદી ઉપર તૈયાર થનાર મેજર બ્રીજનું તેમજ દુધિયા- પીપળી – બાંડીબાર ને જોડતા અપ્રોચ રોડનું ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું જે શુભ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર , જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાની , DDO દાહોદ ઉત્સવ ગૌતમ , તથા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.