લીમખેડા તાલુકાના પાલ્લી ગામની 19 વર્ષિય એક યુવતિ અચાનક જ ધુણતી હોવાથી તે હવામાં આવી ગઇ હોવાનું સમજી પરિવાર દ્વારા વિવિધ મંદીરે લઇ જઇ તેની વિધિ કરાવાતી હતી. આ દરમિયાન લીમખેડા તાલુકાના જ મોટા હાથીધરા ગામનો ભૂવાનું કામ કરતો 50 વર્ષિય બળવંત બચુ હઠીલાએ તેને સારી કરવાનું જણાવ્યું હતું. વિધિ કરવા માટે બળવંત અવાર-નવાર યુવતિના ઘરે આવતો હતો. દોઢેક માસ પહેલાં ઘરે કોઇ ન હોવાનો લાભ લઇને બળવંત આ યુવતિને પોતાની સાથે ભગાવી ગયો હતો. પરિવારના લોકોની શોધખોળ છતાં બંનેનો કોઇ પત્તો મળ્યો ન હતો. એક સપ્તાહ સુધી રાહ જોયા બાદ પરિવારે લીમખેડા પોલીસ મથકે યુવતિનું અપહરણ થયું હોવાની અરજી આપી હતી. આ દરમિયાન પરિવારમાં મરણ થઇ જતાં પરિવાર તેમાં લાગી ગયો હતો. ભાળ મેળવવા છતાં યુવતિનો કોઇ જ પત્તો મળ્યો ન હતો ત્યારે શનિવારે યુવતિ વડોદરાથી આવતી મેમુ ટ્રેન માં સંતરોડ થી મેમુ માં બેસેલા છે તે પરિવારને જાણ થઇ હતી. જેથી પરિવારના લોકોએ પીપલોદ બાદ લીમખેડામાં મેમુ તપાસી હતી જેથી બે યુવકોને લીમખેડાથી મેમુમાં ચઢાવી દેતાં બળવંત અને યુવતિ જોવા મળ્યા હતાં. પરિવારના લોકોએ દાહોદના રેલવે સ્ટેશને ધસી આવી બંનેને ઝડપી પાડી રેલવે પોલીસને સોંપી દીધા હતાં. રેલવે પોલીસે બંનેનો કબજો લીમખેડા પોલીસને સોંપી દીધો છે.
હું કોઇ શિવનો ભક્ત છું. કોઇ પણ મંદીરે સેવા પૂજા કરી લઉં છું. પરિવારના લોકો મને હેરાન કરે છે તમે સાથે લઇ જાઓ કહેતાં છોકરીને સાથે લઇ ગયો હતો. હરિદ્વારા, ડાકોર અને મારા ગુરુને ત્યાં બાંસવાડા લઇ ગયો હતો. છોકરીની બાધા હોવાથી તેને જાવરા લઇ જવા સંતરોડથી મેમુમાં બેઠા હતાં. હું પરિણીત છુ અને મારે ચાર બાળકો પણ છે.
છોકરીને માતાજીનો પવન હતો. સુધારો થતો હોય તો ઠીક એટલે બળવંતને ઇલાજ કરવા બોલાવતાં હતાં. દોઢ માસ પહેલાં વિધિ કરીને તે મારી છોકરીને ઉપાડી ગયો હતો. અમે આ મામલે લીમખેડા પોલીસ મથકે અરજી પણ આપી હતી.