દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા, લીમખેડા સહિત ના ગામોમાં પુલવામાં શહીદો થયેલ ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલી આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.16/02/2019 ના રોજ લીમખેડાના દુધિયા ગામમાં દુધિયા જિલ્લા પંચાયત સીટ સહિત દુધિયા ના ગ્રામજનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં મૌન, કેંડલ માર્ચ, પાકિસ્તાનના ઘ્વજ તથા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહીદોની આત્માની શાંતિ મળે તે માટે સંત પુનિત, સિદ્ધી વિનાયક મંડળ દ્વારા સુંદર કાંડનું આયોજન કરાયું હતું. લોકો દ્વારા આ આતંકવાદી કૃત્યને વખોડવામાં આવ્યું હતું તથા સરકાર દ્વારા આનો બદલો લેવાય આવો સૂર યુવાનોમાં જોવા મળ્યો હતો.
HomeLimkheda - લીમખેડાલીમખેડા તાલુકા સહિત દુધિયા તથા વિવિધ ગામોમાં શહીદો ને શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા
લીમખેડા તાલુકા સહિત દુધિયા તથા વિવિધ ગામોમાં શહીદો ને શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા
By NewsTok24
0
175
RELATED ARTICLES