પંચમહાલ રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા દાહોદ જીલ્લાના ડૉ.રાજદીપસિંહ ઝાલા પોલીસ અધિક્ષક તરફથી દાહોદ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને S.O.G. શાખાના પો.ઇન્સ. એસ.જે. રાણા તેમજ પો.સબ.ઇન્સ. એન.એમ. રામી તથા P.S.I. એમ.એમ. માળીનાઓના માર્ગદર્શન હેઠળ S.O.G. શાખા ના કર્મચારીઓ નાસતા-ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમ્યાન S.O.G. શાખાના અ.હે.કો. ગણપતભાઇ મીઠલુભાઇ બ.નં.૧૧૩૫ નાઓને હકિકત મળેલ કે,
લીમખેડા પો.સ્ટે. પો.સ્ટે. III/૨૫૯/૨૦૧૮ પ્રોહી એકટ કલમ ૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ છે તે ગુન્હાનો આરોપી અજયભાઇ રાયસિંગભાઇ જાતે સાંસી રહે.રળીયાતી તા.જી.દાહોદ વાળો હાલ તેના ઘરે આવેલ છે તેવી બાતમી મળેલ જેથી બાતમી ઉપર વર્કઆઉટ કરી હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવતાં તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.