Saturday, January 4, 2025
Google search engine
HomeHeadlinesલીમખેડા-સંજેલી તાલુકાના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં કુલ ૧૨૩ પ્રશ્નો રજૂ થયા રજૂ થયેલા...

લીમખેડા-સંજેલી તાલુકાના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં કુલ ૧૨૩ પ્રશ્નો રજૂ થયા રજૂ થયેલા ૧૨૩ પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લવાયો

logo-newstok-272-150x53(1)Editorial Desk Dahod                                                 ગરીબ-આદિવાસી-પછાત વિસ્‍તારમાં વસતા લોકોની સેવા કરવાની તકને સંવેદના સાથે નિભાવી તેઓની જરૂરિયાતોને ઝડપથી પૂર્ણ કરીએરાજય સરકારના તમામ નવતર અભિગમોનો મૂળભૂત ઉદેશ છેવાડાના લોકોનો સર્વાંગી વિકાસ કરવાનોછે.                 —-ગુહ રાજયમંત્રીશ્રી રજનીકાંત પટેલ

              અગ્રતાના ધોરણે પીવાના પાણી અને ઘાસચારાની માંગને સમય મર્યાદામાં પૂર્ણ કરવા ગુહ રાજય મંત્રીની અમલીકરણ અધિકારીઓને તાકિદ  

રાજય સરકારના નવતર અભિગમ પ્રમાણે લોકોને પોતાની સમસ્‍યાઓ-પ્રશ્નો માટે છેક   જિલ્‍લા–કે રાજય કક્ષા સુધી આવવું ન પડે તે માટે રાજય સરકારે સંવેદના સાથે લોક સંવાદ સેતુ કાર્યક્રમો અમલિત કર્યા છે. તદનુસાર દાહોદ જિલ્‍લામાં લીમખેડા અને સંજેલી તાલુકાના લોક સંવા સેતુ કાર્યક્રમો રાજયના ગૃહ, પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાનબંધી અને આબકારી  વિભાગના રાજયમંત્રીશ્રી રજનીકાંત પટેલના અધ્યક્ષસ્‍થાને સંલગ્ન  મામલતદાર કચેરી ખાતે યોજાયા હતા. જેમાં લીમખેડા તાલુકાના લોક સંવાદ સેતુ કાર્યક્રમમાં ૯૪ અને સંજેલી તાલુકાના લોકસંવાદ સેતુ કાર્યક્રમમાં ૨૯ પ્રશ્નો રજૂ થયા હતા તમામ પ્રશ્નોનો અરજદાર અને સંલગ્ન અમલીકરણ અધિકારીશ્રીની ઉપસ્‍થિતમાં સકારાત્મક ઉકેલ લવાયો હતો. તમામ પ્રશ્નોના અરજદારો ગૃહ રાજય મંત્રી તથા સાંસદશ્રીએ સાંભળ્યા હતા. અને ત્વરિત નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને તાકિદ કરી હતી.

     આ પ્રસંગે લોકસંવાદ સેતુ કાર્યક્રમોમાં ગૃહ રાજય મંત્રીશ્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું કે છેવાડાના ગરીબ, આદિવાસી અને પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે. મક્કમતા પૂર્વક નવતર અભિગમો અમલિત કરી રાજયના સર્વાંગી વિકાસ માટે હરણફાળ ભરવા સાથે લોકોની સમસ્‍યાઓ મુશ્કેલીઓ અને પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવી રહયું છે. લોક સંવાદ સેતુ કાર્યક્રમો દ્રારા લોકોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવે તે માટે હવે છેક તાલુકા કક્ષાએ લોક સંવાદ સેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. જે રાજય સરકારના પારદર્શક વહીવટ સાથે પ્રજા લક્ષી-સંવેદના સાથેનો અભિગમ છે. ત્યારે અરજદારોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવી તેઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા ગૃહ રાજય મંત્રીશ્રી પટેલે અમલીકરણ અધિકારીશ્રીઓને તાકિદ કરી હતી. ગરીબ-આદિવાસી-પછાત લોકોની સેવા કરવાની ઉત્તમ તકને નિભાવી મારાપણાના સંવેદના સાથેના ભાવ સાથે લોકોની જરુરિયાતોઓને ઝડપથી પૂર્ણ કરીએ તેવી શ્રી ગૃહ રાજય મંત્રીશ્રી અપેક્ષા વ્યકત કરી હતી.

    વધુમાં ગૃહ રાજયમંત્રીશ્રી રજનીકાંત પટેલે જણાવ્યું હતું માત્ર રૂટિન પ્રશ્નોને ન જોતા જિલ્‍લાના અમલીકરણ અધિકારીઓએ પોતાના ફિલ્ડ પ્રવાસ દરમિયાન લોકોની જરૂરિયાતોને-પ્રશ્નોને- સમસ્‍યાઓને સાંભાળી તેનું જિલ્‍લા  પ્રશાસન સાથે રહી નિરાકરણ કરવા જણાવ્યું હતું

  આ કાર્યક્રમોમાં અરજદારો તરફથી પીવાના પાણી અને ઘાસચારના પ્રશ્નો રજૂ થયા હતા.

  સાંસદશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું એક પણ વ્યકિત કે પશુ પાણી વગર ન રહે તેની ખાસ તકેદારીના ભાગ રૂપે જિલ્‍લાના અધિકારીઓએ માનવતાના ધોરણે જવાબદારી ઉઠાવી લઇ શકય બને તેટલી ઝડપથી સ્‍થળ ચકાસણી દ્રારા હેન્ડપંપ રીપેરીંગ, બોર ઉંડા કરવા, ટેન્કરો દ્રારા જન સમુદાયને પાણી પહોંચાડવા ખાસ સૂચન કર્યું હતું પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્‍થા ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમોમાં  ફતેપુરા ધારા સભ્યશ્રી રમેશ કટારા,  માજી જીલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી શંકરભાઇ અમલીયાર,પંચમહાલ રેન્જ આઇ.જી. શ્રી મયંકસિંહ ચાવડા, જિલ્‍લા સમાહર્તાશ્રી એલ.પી.પાડલીયા, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સુજલ કુમાર મયાત્રા, પ્રાંત અધિકારી સર્વેશ્રી અશોક પાંડોર, વી.સી.ગામિત, શ્રી જે.કે.જાદવ, મામલતદાર સર્વેશ્રી લોઢાવાળા, ડામોર, તાલુકા વિકાસ અધિકારી સર્વેશ્રી કામોળ, શ્રી ખાંટ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, જિલ્‍લા-તાલુકાના અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતા
લીમખેડા-સંજેલી ખાતે ગૃહ રાજય મંત્રીશ્રી પોલીસ વિભાગ દ્રારા ર્ગાડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments