Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ લીમખેડામાં વનબંધુઓ સાથે ઉજવશે પોતાનો...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ લીમખેડામાં વનબંધુઓ સાથે ઉજવશે પોતાનો જન્મદિવસ લીમખેડામાં કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ અધિકારીઓને ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહજી જાડેજાએ માર્ગદર્શન આપ્યું. વડાપ્રધાનશ્રીના ૬૭માં જન્મદિને દાહોદ જિલ્લામાં ૬૭ કાર્યક્રમોનું આયોજન

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR BUREAU DAHOD
દેશના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઇ મોદી પોતાનો ૬૭મો જન્મદિવસ ઉગતા સૂરજની ભૂમિ એવા વનાંચલ પ્રદેશ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વનવાસી બંધુઓની વચ્ચે તા. ૧૭/૯/૨૦૧૬ ના રોજ ઉજવશે આ અવસરે દાહોદ જિલ્લામાં વડાપ્રધાનશ્રીને આવકારવા માટે વનબંધુઓમાં અનેરો ઉત્સાહ અને થનગણાટ જોવા મળી રહયો હોવાનું દાહોદ જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહજી જાડેજાએ જણાવ્યું છે.navi 2images(2)

લીમખેડામાં યોજાનાર કાર્યક્રમના સ્થળની ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે મુલાકાત લઇ કાર્યક્રમનો અસરકારક આયોજન અને સફળ બનાવવા માટે જિલ્લા ઉચ્ચ અધિકારીઓને માર્ગદર્શન  આપ્યું હતું. ગૃહ રાજયમંત્રી જાડેજાએ વડાપ્રધાનશ્રીના જન્મદિન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવા, ટ્રાફીકના અસરકારક નિયમન વાહન પાર્કીગ વ્યવસ્થા, અંગેનું અસરકારક આયોજન કરવા તંત્રના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જિલ્લા પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં થઇ રહેલ કામગીરીને રાજ્યમંત્રી જાડેજાએ બિરદાવી હતી દાહોદ ટીમ સ્પીરીટથી દરેક અધિકારીએ પોતાની કામગીરી સૂપેરે નિભાવવા જણાવ્યું હતું.

ગૃહ રાજયમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે સમગ્ર દાહોદ જિલ્લામાં તારીખ-૧૪, ૧૫ અને ૧૬ સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છ ભારત નિયમ હેઠળ સ્વચ્છતા અભિયાન સહિત સતત ૬૭ કલાક  ચાલતા વિવિધ ૬૭ જેટલા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેકટર એલ.પી.પાડલીયાએ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ દરમિયાન પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી. જિલ્લા પોલીસ વડા મનોજ નિનામાએ પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.

આ અવસરે કેન્દ્રીય રાજયમંત્રી જશવંતસિંહ ભાભોર, રાજયમંત્રી બચુભાઇ ખાબડ, ધારાસભ્ય વિછીયાભાઇ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયા, અગ્રણી શંકરભાઇ અમલીયાર, પ્રભારી અમિતભાઈ ઠાકર, રેન્જ આઇ.જી.મયકસિંહ ચાવડા, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક મનોજ નિનામા સહિત ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments