KEYUR RATHOD NAVSARI
દિવ્યાંગોને દયાની નહીં હુંફની જરૂર છે: તેમનામાં સ્વાભિમાન પ્રગટ થાય તેવું સંવેદનાપૂર્ણ વાતાવરણ સર્જીએ
દિવ્યાંગો બરાબરીના વ્યવહારની અપેક્ષા રાખે છે ત્યારે તેમને સ્વનિર્ભર બનાવવા લીધેલા પગલાથી સુસ્વસ્થ સમાજનું નિર્માણ થશે – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
રાજયના ચાર મહાનગરોમાં સુગમ્ય ભારત અભિયાન હેઠળ દિવ્યાંગો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરાશે: ખેલ મહાકુંભમાં દિવ્યાંગો માટે સવિશેષ આયોજન – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
સંસ્કાર અને વાંચન નગરી એવા નવસારી ખાતે યોજાયો સંવેદનશીલ કાર્યક્રમ : એક સાથે ૧૧ હજારથી વધુ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ : નવસારીના આંગણે સર્જાયા ત્રણ વિશ્વ વિક્રમ
ભારતના વડાપ્રધાન અને ગુજરાતનાં પનોટા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના ૬૭માં જન્મદિને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યુ હતું કે, દિવ્યાંગોને દયાની નહીં હુંફની જરૂર છે માટે એવું સંવેદનાપૂર્ણ વાતાવરણ સર્જીએ કે તેમના સ્વાભિમાન પ્રકટ થાય તેમણે કહું હતું કે દિવ્યાંગો માત્ર બરાબરીના વ્યવહારની અપેક્ષા રાખે છે ત્યારે દિવ્યાંગો સ્વનિર્ભર બને તે દિશામાં સરકારે લીધેલા સંવેદનશીલ પગલાથી એક નવા સુસ્વસ્થ સમાજનું નિર્માણ થશે, એક તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાત વિકાસની નવી ઊચાઇ સાકર કરી છે. રાજ્યના જંજાનનો વિશ્વાસ અને સામૂહિક શક્તિ ભારતના વિકાસનું ઉદ્દીપક બનશે આ ગુજરાતની ધરતીએ મને ઉછેર્યો છે, મોટો કર્યો છે અને મારૂ ઘડતર કર્યું છે ત્યારે ગુજરાતનાં સંસ્કારોને ઉની આંચ નહીં આવવા દઉં તેમજ ગુજરાતના આ ઋણનો સ્વીકાર કરું છું, મે તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતનાં સામર્થ્ય અને કૌશલયનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતું કે આજે નવસારીએ વિશ્વના નકશામાં સ્વર્ણિમ અક્ષરે પોતાનું નામ અંકિત કર્યું છે. ત્રણ ત્રણ વિશ્વરેકોર્ડ કરીને આગવી ઓળખ મેળવી છે એટલુજ નહીં નવસારીમાં સર્જાયેલા દિવ્યાંગજનોનો વિશ્વરેકોર્ડ સ્વયં એક અનોખી સિદ્ધિ છે. સંસ્કાર નગરી, પુસ્તક નગરી તરીકે ઓળખાતું નવસારી આજે દિવ્યાંગજનોની સક્ષમતાનું શિરમોર બન્યું છે અને હિંદુસ્તાનની આગવી ઓળખ પણ બન્યું છે. દિવ્યાંગોને હુંફ અને સાધન સહાય આપીને તેમણે પગભર કરવાનો આ નિર્ણય અનુકરણીય છે, એમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદીના ૭૦ વર્ષોમાં કોને ન મળ્યું હોય તેવું દિવ્યાંગોની સેવા કરવાનું સદ્દ્ભાગ્ય મને પ્રાપ્ત થાય છે તેનો આનંદ છે. સમાજજનોએ સંવેદનાઓ સીમિત કરવાને બદલે તેનો વિસ્તાર કરવો જરૂરી છે. વિશ્વ જ્યારે ભારા પાસે અપેક્ષા રાખીશું છે ત્યારે ભારતના ૧૨૫ કરોડ દેશવાસીયોએ દેશની અપાર શક્તિ, સામર્થ્યને ઓપ આપવો પડશે. દેશમાં ૧૨૫ કરોડ લોકોએ સ્વચ્છતા અભિયાનને એક મોટું અભિયાનનું સ્વરૂપ આપ્યું છે, ત્યારે સ્વચ્છતા અભિયાનનું બીજ એક વટવૃક્ષ બનશે.
દિવ્યાંગો પ્રત્યે સંવેદના એ સંવેદના એ સમયની માંગ છે. અને તેમના માટે સુગમ્ય ભારત અભિયાનનો ઉલ્લેખ કરી વડાપ્રધાનએ જણાવ્યુ હતું કે દિવ્યાંગો માટે અલગ સૌચાલયતેમાં જ અન્ય સુગમ્ય સુવિધાઓનો માટેનો અગાઉ કોઈએ પ્રયાસ નહોતો કર્યો, ત્યારે અમારી સરકારે સંપૂર્ણ સંવેદના સાથે સાથે તેને આભિયાનનું સ્વરૂપ આપ્યું છે અને દેશના ૫૦થી વધુ મહાનગરોની ઇમારતોમાં અલાયદી સવલતો ઉપલબ્ધ કરવાની દિશામાં અમે કામ હાથ ધાર્યું છે.
દિવ્યાંગોનું જીવન સરળ બને તે માટે પ્રયાસોનો ઉલ્લેખ કરી તેમણે જનાવ્યું હતું કે સંગર દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્વમાંય સાંકેતિક ભાષા લેબનું કામ ચાલુ છે. આ માટે બનાવાયો છે. ત્યારે સંકેતિક ભાષામાં માટેની લેબનું કામ ચાલુ છે. આ માટે કાયદો પણ બનાવાયો છે, ત્યારે આ સાંકેતિક ભાષા દિવ્યાંગો માટેનું એક નવું પરિમાણ બનશે. આગામી સમયમાં દિવ્યાંગોને ધ્યાનમાં લઈને સકારી કચેરીઓમાં મકન્ની રચના કરવાની દિશામાં નવા પગલાં લીધા છે, અને તેને પગલે દિવ્યાંગો માટે સુવિધાઓ વધશે. અમારી સરકારે વિકલાંગ, અપંગના બદલે દિવ્યાંગ શબ્દ આપ્યો છે. શારીરિક ખોડખાપણને બળે તેમનામા રહેલી અપાર શક્તિને સામર્થ્યવાન ઓપ અપાય તો દિવ્યાંગો માટે સુવિધાઓ વધશે. દીકરી – દીકરો એક સમાન હોવાનો ઉલ્લેખ કરી વડાપ્રધાનને જણાવ્યુ હતું કે, ઓલમ્પિકમાં ચાર દિવ્યાંગો મેડલ લઈને આવ્યા ત્યારે દેશને દિવ્યાંગોના સામર્થ્યનો ખ્યાલ આવ્યો, એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ માટે આદિજાતિ વિસ્તારમાં રૂપિયા ૪૮૦૦૦ કરોડની યોજના, અને દિવ્યાંગો માટેની સંવેદનાસભર કાર્યક્રમ કરીને વડાપ્રધાને પોતાના જન્મદિનની ઉજવણી કરી છે.
દેશનો વિકાસ એટલે માત્ર માળખાગત સુવિધાઓ કે રોકાનોના આંકડા જ નહીં પરંતુ છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને બનાવેલી યોજનાઓના પરિણામલક્ષી અમલમાં પણ રહેલો છે. નવસારી શહેર અને દાહોદ જિલ્લાની ચાર એક કુલ પાંચ નગર પાલીકાઓમાં એલ.ઇ.ડી. બલ્બ નાખવાની યોજનાને કારણે અંદાજે રૂપિયા ૭૫ લાખની બચત થઈ છે. રાજયમાં આગામી સમયમાં તમામ નગરપાલિકાઓમાં એલ.ઇ.ડી.લાઇટ લગાવવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે, તથા લોકોના ઘરોમાં એલ.ઇ.ડી. લગાવીને અંદાજે રૂપિયા ૧૦૦૦ કરોડની બચત થશે. એમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત એમ ચાર શહેરમાં સુગમ્યતા અભિયાન હેઠળ દિવ્યાંગો માટે રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે લિફ્ટ વિગેરેની સુવિધા ઊભી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજયમાં યોજાતા ખેલ મહાકુંભમાં દિવ્યાંગો માટે સવિશેષ આયોજન પણ કરવાં આવેશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રના સામાજિક ન્યાય આધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોતે વડાપ્રધાનના જન્મદિને સુભેચ્છા આપતા કહ્યું કે વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિ તથા દિવ્યાંગો પ્રત્યેની સંવેદનાને કારણે આ યશ ગુજરાતને મળ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલા સુગમ્ય ભારત અભિયાન દ્વારા દેશના ૫૦ મહાનગરોમાં બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર દિવ્યાંગો માટે અલાયદી વ્યવસ્થો ઊભી કરાશે.
તેમણે ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં બહેરા-મૂંગા બાળકોને કોંક્લીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશા માટે દેશભર માઠી ૫૦૦નો લક્ષ્યાંક નિયત કરાયો હતો તે પૈકી ૪૬૭ લાભાર્થીઓને આ સુવિધા ઉપલબ્ધ બની છે, અને આ માટે પ્રત્યેકને રૂપિયા ૬ લાખની સહાય અપાઈ છે. આ બાળ લાભાર્થીઓના માં-બાપ આજે વડાપ્રધાનો આભાર મને છે. નવસારીમાં આજે આ સમારોહમાં ૧૧,૩૩૦ લાભાર્થીઓને રૂપિયા ૧૧ કરોડથી વધુના સાધનોના વિતરણનો થયેલો વિશ્વરકોર્ડ બન્યો છે. સાથે સાથે ૯૮૯ દિવ્યાંગ બાળકો એક સાથે દીપજ્વલન માત્ર ત્રણ મિનિટમાં કરીને તથા ૫૦૦ દિવ્યાંગોને હિયરિંગ એઇડ વિરને વિશ્વરેકોર્ડ બન્યો છે.જેનો શ્રેય ગુજરાત સરકારના હકારાત્મક અભિગમ તથા ખમીરવંતી પ્રજાપને જાય છે. આગામી બે વર્ષમાં કેન્દ્ર સાકર વધુ યોજનાઓ દ્વારા દિવ્યાંગોની રાહબર બનશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
રાજ્યના સંજીક ન્યાય અધિકારિતા મંત્રી આત્મારામ પરમારે સ્વાગત પ્રવચનમાં વડાપ્રધાનને જન્મદિનની શુભેછા આપતા કહ્યું કે વડાપ્રધાનનો દિવ્યાંગો માટેનો પ્રેમ, લાગણી અને સહાનુભૂતિના કારણે આટલું મોટું શ્રેય આજે નવસારી અને ગુજરાતને મળ્યું છે. ગુજરાત દિવ્યાંગો માટે કરેલ કામગીરીમાં સદાય અગ્રેસર રહ્યું છે. જેના કારણે આજે નવસારી વૈશ્વિકસ્તરે પ્રસ્થાપિત થયું છે. રાજય સરકારના અભિગમ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગને કારણે જે યજ્ઞ થયો તે માટે તેમણે સૌને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે વડાપ્રધાન દ્વારા પડકારોને પડકાર પુસ્તકનું વિમોચન કરાયું હતું જેમાં ૬૭ દિવ્યાંગોના કૌશલ્યને ઉજાગર કરતાં પ્રસંગો વણી લેવાયા છે. ઉપરાંત ૧૧ હજાર દિવ્યાંગોને દત્તક લેનાર, ૧૭ હજાર લોકોની યાદી નવસારીના સાંસદ સી.આર.પાટિલે વડાપ્રધાનને અર્પણ કરી હતી. જ્યારે સુમુલ ડેરી દ્વારા રૂપિયા ૬૭ લાખનો ચેક વડાપ્રધાનને અર્પણ કરાયો હતો આ રકમ દિવ્યાંગોના સ્કિલ ડેવલોપમેન્ટ માટે વાપરશે સાથે સાથે ૬૭ ગાયોનું દાન પણ સુમુલ ડેરી દ્વારા વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે કરાયું હતું.
આ પ્રસંગે રાજયપાલ ઑ.પી.કોહલી કેન્દ્રિય રાજ્યમંત્રીઓ સર્વશ્રી પુરુષોત્તમ રૂપાલા, કૃષ્ણપાલ ગુર્જર, વિજયભાઈ સાંપલા, રમસિંહ આઠવેલ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રામનલાલ વોરા, રાજ્ય મંત્રીમાંડલના સભ્યો, સાંસદો, ધારાસભ્યો સહિત કેન્દ્રિય સચિવો, રાજ્યના પદાધિકારીઓ, અધિકારીઓએ સહિત દિવ્યાંગો અને દક્ષિણ ગુજરાતનાં લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.