Saturday, September 13, 2025
Google search engine
HomeDahod - દાહોદવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત – લોકાર્પણ

  • દાહોદમાં નિર્મિત આધુનિક રેલ્વે એન્જીન ડી – ૯ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરી એ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે. – વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
  • આજે ભારતના રેલવે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
  • ૧૪૦ કરોડ ભારતીયોએ સાથે મળી વિકાસશીલ ભારત માટે કમર કસી છે, આત્મનિર્ભર બનવું જરૂરી છે.
  • દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ ૬૦ હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
  • ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમીકન્ડક્ટર, ટુરિઝમ જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે, લાખો યુવાઓને રોજગારની તક મળી.
  • ઓપરેશન સિંદુર એ ભારતની ભાવના અને અભિવ્યક્તિનું પ્રતિક

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઓપરેશન સિંદૂરથી આંતકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે. અને દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે, વધુમાં વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દાહોદ ખાતે રૂપિયા ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાંથી નિર્મિત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 HP (હોર્સપાવર) નું ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જીન ડી-૯ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ. તેમણે જણાવ્યું હતુ કે, ૩ વર્ષ અગાઉ આ ફેક્ટરીનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે આજે ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાનું પ્રતિક બની છે. આ સિદ્ધિને ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.

આ પરિપ્રેક્ષ્યમાં નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આજે ભારતમાંથી સ્માર્ટફોનથી લઈને કાર, રમકડાં, સેના માટેના શસ્ત્રો, દવાઓ જેવી અનેક વસ્તુઓની નિકાસ થઇ રહી છે. એટલું જ નહીં, આજે ભારત રેલવે, મેટ્રો અને એ માટેની ટેક્નોલોજી પણ પોતે જ બનાવે છે અને દુનિયામાં નિકાસ કરે છે. દાહોદ એનું જીવંત ઉદાહરણ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે, ૧૪૦ કરોડ ભારતીયોએ સાથે મળી વિકાસશીલ ભારત માટે કમર કસી છે. આપણા માટે હવે એ મહત્વનું છે કે દેશ માટે જે કંઈ જરૂર પડે એ આપણે ભારતમાં જ બનાવીએ. આજે દેશ ઝડપથી મેન્યુફેક્ચરિંગની દુનિયામાં આગળ વધી રહ્યો છે. દેશની જરૂરિયાતની ચીજોનું નિર્માણની સાથે આપણે દુનિયાના દેશોમાં નિકાસ પણ કરી રહયાં છીએ. દાહોદની ઇલેક્ટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં બનેલું ૯,૦૦૦ હોર્સપાવર ધરાવતું આ એન્જિન એ માત્ર દાહોદનું નહિ, પરંતુ ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને ટેકનોલોજીનો પરિચય આપે છે. આવનારા સમયમાં દાહોદમાંથી દર બે દિવસે એક એન્જિન તૈયાર થતું હશે, એ દિવસો હવે દૂર નથી. આ ફેક્ટરીથી સ્થાનિક યુવાઓને રોજગાર મળશે, નાના ઉદ્યોગો ઉભા થશે, સ્પેર પાર્ટ્સના કારખાનાં શરૂ થશે, ખેડૂત હોય, પશુપાલક હોય કે દુકાનદાર, દરેક વર્ગને આનો લાભ મળશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સો ટકા રેલ નેટવર્કના વિદ્યુતીકરણની ઐતિહાસિક સિધ્ધિ બદલ અભિનંદન આપતાં ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા દાયકામાં ભારતે રેલવે ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ હાંસલ કરી છે, જેમાં વંદે ભારત ટ્રેનો, મેટ્રો સેવાઓનો વિસ્તાર અને અદ્યતન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. ભારત આજે રેલવે ટેકનોલોજી અને સાધનોનું નિર્માણ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉદી અરબ, ફ્રાન્સ, મેક્સિકો, સ્પેન અને જર્મની જેવા દેશોમાં નિકાસ કરી રહ્યું છે. આજે ભારતના રેલ્વે ઉત્પાદનોએ વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.

ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમીકન્ડક્ટર, ટુરિઝમ જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે. લાખો યુવાઓને રોજગારની તક મળતી થઈ છે. દાહોદ જિલ્લાનો પણ ઘણો વિકાસ થયો છે. તેમ જણાવતાં તેમણે દાહોદ જિલ્લાને આદિવાસી પ્રદેશોના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતુ, તેમણે ઉમેર્યું કે, એક સમયે પછાત ગણાતો આ જિલ્લો આજે સ્માર્ટ સિટીના સપના સાકાર કરી રહ્યો છે. આજે દાહોદની સ્માર્ટ સિટી, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને હવે રેલવે ઉત્પાદનનું હબ તરિકે નવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. રેલવે ફેક્ટરીઓ, નાના-મોટા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી રોજગારની નવી તકો ઊભી થઈ છે. ખાસ કરીને આદિવાસી યુવાનોને આ ફેક્ટરીઓ અને લઘુ ઉદ્યોગો દ્વારા નોકરીઓ અને આજીવિકાની તકો મળી રહી છે. આ પ્રદેશની આર્થિક પ્રગતિને વેગ આપવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે.

આદિવાસી સમાજના ઉત્થાન પર ભાર મૂકતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ગુજરાતના આદિવાસી પટ્ટામાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે નોંધપાત્ર કામ થયું છે. એકલવ્ય મોડેલ સ્કૂલો, આઈટીઆઈ, મેડિકલ કોલેજો અને ટ્રાઇબલ યુનિવર્સિટીઓની સ્થાપનાથી આદિવાસી યુવાનોને શિક્ષણ અને કૌશલ્ય વિકાસની નવી તકો મળી છે. પીએમ જનમન યોજના દ્વારા આદિવાસી સમાજના સૌથી પછાત વર્ગો માટે ઘર, શિક્ષણ અને રોજગારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે.

વડાપ્રધાન મોદીએ સિકલસેલ એનિમિયા જેવા રોગો સામે લડવા માટે ચાલી રહેલા મિશન મોડના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતુ કે, આ યોજના હેઠળ લાખો આદિવાસી ભાઈ-બહેનોનું સ્ક્રીનિંગ અને સારવાર કરવામાં આવી રહી છે. દેશના ૧૦૦ પછાત જિલ્લાઓ પૈકી દાહોદ જેવા આદિવાસી જિલ્લાના વિકાસ માટે સરકારે વ્યાપક આયોજન કર્યું છે. દેશમાં ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્થાન અભિયાન હેઠળ ૬૦ હજારથી વધુ ગામોમાં વીજળી, પાણી, રસ્તા અને શાળાઓ જેવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશની સુરક્ષા અને સ્વાભિમાન પર ભાર મૂકી ભારતના સંસ્કારો અને ભાવનાઓની અભિવ્યક્તિ રૂપ ‘ઓપરેશન સિંદુંર’ નો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી, જે ૧૪૦ કરોડ ભારતીયોના ગૌરવનું પ્રતીક છે. તેમણે જણાવ્યું કે ભારત આતંકવાદનો જવાબ ચૂપ રહીને નહીં, પરંતુ કડક પગલાં લઈને આપે છે. આ ઓપરેશન એ દેશની સેનાઓના શૌર્ય અને નિર્ણાયકતાનું પ્રમાણ છે.

દેશના વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા માટે તો આદિવાસી સમાજ એ મારી સેવા યાત્રાનો મજબૂત આધાર રહ્યું છે. દાહોદથી લઇને સમગ્ર પૂર્વ ગુજરાતમાં મેં સેવાકાર્ય કર્યું છે. આજે દાહોદ સમૃદ્ધ બન્યું છે એ જોઈને મને ગર્વ થાય છે. દાહોદની આ ધરતી, ત્યાગ અને બલિદાનની ધરતી છે. મહર્ષિ દધીચિએ આ ધરતી પર દેહાહુતિ આપી સૃષ્ટિની રક્ષા માટે તપ કર્યું હતું. તાત્યા ટોપે હોય કે માનગઢ ધામના શહિદો, આ ધરતીને ભારત માતાના સંતાનોના બલિદાને પવિત્ર બનાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપરેશન સિંદુર બદલ વડાપ્રધાન અને સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનએ ઓપરેશન સિંદૂર થી આંતકવાદ સામેની દેશની લડાઈના નવા માપદંડ નિયત કર્યા છે. હવે આંતકનો જવાબ ત્વરિત સચોટ અને સતત કાર્યવાહીથી અપાશે તેવો નિર્દેશ તેમણે આપ્યો છે. તેઓ દેશની સુરક્ષાની સાથે વિકાસની રાજનીતિથી નવા ભારતનું નિર્માણ કરી રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશના આદિવાસી વિસ્તારોમાં રોડ, રેલ્વે, એરપોર્ટ જેવી કનેક્ટિવિટીની જેવી સુવિધાઓમાં વધારો થયો છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ખર્ચમાં પણ છ ગણો વધારો થયો છે. પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય, આવાસ, વીજળી જેવા સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નિરંતર વિકસ્યા છે.

વડાપ્રધાન મોદીએ તેમના સમગ્ર સુશાસનમાં ગરીબ વંચિત આદિજાતિ અને છેવાડાના માનવીના કલ્યાણ અને વિકાસને કેન્દ્રમાં રાખ્યા છે. દાહોદમાં આધુનિક રેલ્વે પ્રોડક્શન વર્કશોપ યુનિટ સહિત આદિજાતિ વિસ્તારો મધ્ય તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓને કુલ રૂ. ૨૪ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામોની ભેટ મળી તે આ દિશામાં વધુ એક કદમ છે. તેમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના અનેક લાભ મળે છે તેમ કહેતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, આજે સાબરમતી – બોટાદ રેલ્વે લાઈનના વિદ્યુતકરણ સાથે ગુજરાતમાં સો ટકા રેલ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કાર્ય પૂર્ણ થયું છે, એ ગુજરાત માટે વિશેષ ગૌરવની વાત છે.

વધુમાં ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ આજે 9000 HP (હોર્સપાવર) નું પ્રથમ ઇલેક્ટ્રીક લોકોમેટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું છે તે બાબત એ સૂચવે છે કે, જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ, એના લોકાર્પણ પણ આપણે કરીએ છે. વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ થાય એ કાર્યસંસ્કૃતિ વડાપ્રધાનએ વિકસાવી છે.

તેમણે જણાવ્યું કે, પીએમ ગતિ શક્તિની સંકલ્પના સાકાર કરતાં કનેક્ટિવિટીના અનેક વિવિધ કામોના આજે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તથી રાજ્યમાં રોડ નેટવર્ક વિસ્તરણ અને મજબૂતીકરણથી કનેક્ટિવિટી સંગીન બનાવવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. આપણે આ વર્ષના બજેટમાં રાજ્યમાં 12 નવા ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવા માટે રૂ. ૧૦૩૨ કરોડ ફાળવ્યા છે. દાહોદ, મહીસાગર, પંચમહાલ, અને છોટાઉદેપુરને પણ આ કોરિડોરનો લાભ મળશે. આદિવાસી વિસ્તારના ગામોમાં રોડ રસ્તા સહિત પાણી પુરવઠાનું પણ મજબૂત નેટવર્ક ઊભું થયું છે અને અંબાજીથી ઉમરગામ સુધી આદિજાતિ વિસ્તારના ગામોમાં સરફેસ આધારિત પાણી પુરવઠા યોજનાઓનો લાભ મળ્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મુશ્કેલ હતું, ત્યાં ઉદવહન યોજનાઓથી પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ માટે આદિજાતિ વિસ્તારમાં રૂ. ૬૦૭૬ કરોડની ૨૦ જેટલી મોટી ઉદવાહન યોજનાઓ હાથ ધરવામાં આવી છે. એમ તેમણે કહ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે, ૨૦૦૭માં આદિજાતિ વિસ્તારોમાં આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે વનબંધુ કલ્યાણ યોજનાની ભેટ આપી હતી આઝાદી પછી દેશના ઇતિહાસ માં આદિવાસી સમાજના ઉત્કર્ષ માટેની આવી ઐતિહાસિક યોજના નરેન્દ્રભાઈએ તે સમયે શરૂ કરાવીને આ આદિજાતિ વિકાસના દ્વાર ખોલી આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ વન બંધુ કલ્યાણ યોજના પેકેજ ટુ અંતર્ગત રૂ. એક લાખ કરોડ વનબંધુ વિકાસ માટે ફાળવ્યા છે. વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો રાજ્ય સરકારે ધ્યેય રાખ્યો છે. આ વિકાસ કામોની ભેટ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટેનું ચાલકબળ બનશે, એવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દાહોદ ખાતે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં સ્વાગત વક્તવ્ય રજુ કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે સ્ટીમ એન્જીનનો યુગ હતો. એ સમયગાળામાં દાહોદ રેલ્વેનું મોટું અને મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર હતું. પણ જેમ જેમ સ્ટીમ એન્જીન પાછાં ખેંચાયા, તેમ તેમ દાહોદના વિકાસમાં ધીમી ગતિ આવી, અને તેનાથી અહીંની આર્થિક ગતિશીલતામાં પણ ઘટાડો થયો હતો. તે બાબતને ધ્યાને રાખી વડાપ્રધાનએ અહીં નવ હજાર હોર્સ પાવરનું આધુનિક ઇલેક્ટ્રીક એન્જીન નિર્માણ કરાવવાનું નિયત કર્યું હતું.

આ કામનો પ્રારંભ ૨૦૨૨માં થયો અને હવે અહીં આધુનિક રેલ્વેનું નિર્માણ કાર્ય શરૂ થયું છે. એમને ડી-૯ નામ આપવામાં આવ્યું છે. એનો મતલબ કે દાહોદ ૯૦૦૦ દાહોદ નામ સાથે જોડાયેલા રેલ્વે એન્જીન વિદેશમાં પણ દોડશે. આ એન્જીન સંપૂર્ણપણે ડિઝીટલ, અવાજમુક્ત, પાઇલોટ માટે એસી કેબિન અને ટોઇલેટની સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે. આમાંથી વીજળી પણ ઉત્પન કરી શકાશે. આ હવે માત્ર દાહોદ નથી, આ છે ટેક્નોલોજી અને આત્મનિર્ભર ભારતનું પ્રતિક તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્ય સરકારના મંત્રીઓ સર્વે કુબેરભાઈ ડીંડોર, કુંવરજી બાવળીયા, મુકેશ પટેલ, તથા વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ આહીર, સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તેમજ દાહોદ નગરપાલિકા પમુખ નીરજ દેસાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

printable calendar

Hacklink

hacklink panel

hacklink

Hacklink

Marsbahis

Rank Math Pro Nulled

WP Rocket Nulled

Yoast Seo Premium Nulled

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Nulled WordPress Plugins and Themes

hacklink

Taksimbet

Marsbahis

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Bahsine

Tipobet

Betmarlo

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Nulled WordPress Themes Plugins

Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

jojobet

Favorisen

internacional shadow

링크짱

주소어때

주소깡

piabellacasino

elementor pro nulled

wp rocket nulled

duplicator pro nulled

wp all import pro nulled

wpml multilingual nulled

rank math pro nulled

yoast seo premium nulled

litespeed cache nulled

Hacklink

tipobet giriş

youwin

dizipal

lotobet

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

bets10

Hacklink

hititbet

Hacklink

Marsbahis

kolaybet

kağıthane escort

meritking

holiganbet

jojobet güncel giriş

casibom güncel giriş

marsbahis

prop money

bahiscasino

bahis forum

deneme bonusu

deneme bonusu veren siteler

bonus veren siteler

bonus veren siteler

deneme bonusu siteleri

bahis siteleri 2025

pokerklas giriş

cratosslot giriş

Hacklink

betmoon

Hacklink

extrabet

piabellacasino

grandpashabet giris

bahiscom giriş

imajbet giriş

marsbahis giriş

hızlı çekim casino

meritking giriş

grandpashabet giriş güncel

pusulabet güncel giriş

marsbahis giriş güncel

Meritking

meritking

Meritking

Meritking Giriş

ptt kargo takip

Bahiscasino

pusulabet

onwin

madridbet

pusulabet

onwin

onwin

casibom

esbet

1