KEYUR PARMAR BUREAU DHAHOD
આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં મોટા હાથીદરા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે તેમના દ્વારા વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા અને તાપી જિલ્લાઓ માટે પીવાના પાણીની પાંચ યોજનાઓ જેમાં આદિજાતિ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વર્ષોથી માનવબળના ઉપયોગથી પાતાળમાથી પાણી સિંચતા આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારની પાણીની મુશ્કેલીવાળા વિસ્તારો માટે ખુબજ ખૂબ જ મહત્વની યોજનો અમલમાં મૂકવાનો નિર્ધાર કરેલ છે.
૧) નર્મદા નદી આધારિત દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ૩૪૩ ગામો તેમજ દેવગઢબારીયા અને છોટાઉદેપુર શહેરનો સમાવેશ કરતી ૧૨૦ કી.મી લંબાઇવાળી અંદાજી રકમ રૂપિયા ૮૯૦ કરોડની પાણી પુરવઠા યોજના અમલમા મૂકવામાં આવશે.
૨) નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તાલુકા તથા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં કુલ ૨૨૧ ગામો તાલુકાનાં સમાવેશ કરતી ૩૪.૦ કી.મી. લંબાઇની પાઇપ લાઇન વાળી અંદાજી રકમ ૩૦૯ કરોડની યોજનાઓ
3) મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના ૧૪૨ ગામો અને બોડેલી શહેરનો સમાવેશ કરતી અંદાજી રકમ રૂપિયા ૧૫૪ કરોડની ત્રણ જુથ યોજનાઓ મળી કુલ રૂપિયા ૧૩૪૫ કરોડની કુલ ૫ યોજનાઓનો શુભારંભ કરવામાં આવે છે. આ યોજનાઓ થકી આદિજાતિ વિસ્તારની અંદાજે ૧૬ લાખની વસ્તીને લાભ થશે.
યોજનાની વિસ્તૃત વિગતો :
આદિજાતિ વિસ્તારની સૌથી મોટી એવી દાહોદ દક્ષિણ વિભાગ જુથ પાણી પુરવઠા યોજના માટે હાફેશ્વર ગામ પાસે નર્મદા નદીમાં ઇનટેક વેલ બનાવી નર્મદાનાં નીર છોટાઉદેપુર તેમ જ દાહોદ જિલ્લાની અલગ અલગ કુલ ૧૨ ગૃપ યોજના મારફત લોકો સુધી પહોચડવાનું આયોજન છે.
ઉકાઈ જલાશયમાં બોરડા ગામ નજીક ઇનટેક વેલ બનવી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા, સાગબારા, તાલુકાનાં ૨૦૨ ગામો તેમજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ૧૪ ગામોને સાગબારા ડેડીયાપાડા જુથ પાણી પુરવઠા થકી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવેલ છે.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં ૨૭ ગામની ૪૬ હજારની આદિવાસી વસ્તી માટે કડાણા જળાશય આધારિત સરસડી (વાંછલાડુંગર) જુથ પાણી પુરવઠા યોજનાનુ આયોજન કરવામાં આવેલ છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી તાલુકાનાં કુલ ૫૧ ગામ/પરા તેમજ ૧૯ નર્મદા વસાહતો માટે પીવાના પાણીના કાયમી નિરાકરણ માટે નર્મદા મુખ્ય નહેરની ભીલોડીયા બ્રાન્ચ કેનાલ આધારિત સંખેડા – પાવીજેતપુર જુથ પાણી પુરવઠા યોજના થકી આ વિસ્તારના લગભગ ૬૦ હજાર માનવ વસ્તીને લાભ મળશે.છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને બોડેલી તાલુકાનાં ૬૪ ગાર / પરા , ૦૪ નર્મદા મુખ્ય નહેરની સંખેડા બ્રાન્ચ કેનાલથી પાણી મેળવ્વાણું આયોજન કરવામાં આવેલ છે, આ યોજના થકી ૮૧ હજાર વસ્તીને લાભ થશે.વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનાં ૨૩૧ ગામ/પરાનો સમાવેશ કરતી અસ્ટોલ જુથ પાણી પુરવઠા યોજના માટે મધુબન ડેમના જલાશયના ઉપ્રવાસમાં દમણગંગા નદી આધારિત યોજનાનુ આયોજન કરવામાં આવેલ છે. યોજના થકી ૪.૪૫ લાખની વસ્તીને લાભ થશે.
ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિપેડથી ખુલ્લી જીપમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સભા સ્થળે આવ્યા હતા. મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આઝાદીના આંદોલનને એવો સીમિત કરી દેવામાં આવ્યો હતો કે દેશના ગામેગામ સો-સો વર્ષો સુધી આઝાદીને માટે અવિરત ત્યાગ અને બલિદાનની પરંપરા મારા આદિવાસી બંધુઓએ જાળવી રાખી હતી અને હિંદુસ્તાનના એક્પણ આદિવાસી એવા ન હતા કે જેને અંગ્રેજોના દાંત ખાટાં કર્યા ના હોય આપણાં ગોવિંદ ગુરુ પણ આઝાદી માટે અંગ્રેજોએ સામે જંગ લડ્યા હતા ૧૮૫૭મા દાહોદનો આખે આખો પટ્ટો અંગ્રેજોએ માટે એક મોટો પડકાર બની રહ્યા હતો. જ્યારે બૃહંદમુંબઈ માથી જ્યારે ગુજરાત અલગ થયુ ત્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે ગુજરાત પાસે પાણી નથી, ખનીજ નથી ગુજરાત ખતમ થઈ જશે આજે સમગ્ર દેશ ગુજરાત રાજ્ય પર ગર્વ કરે છે. પ્રકૃતિક સંસાધનોની વચ્ચે ગુજરાતે પડકારોને પડકારી સફળતા પ્રાપ્ત કરી પાણી આપણાં માટે સૌથી મોટો પડકાર રહ્યો છે. મારી સરકાર ગરીબોને સમર્થન આપનારી સરકાર છે. જો ખેડૂતને ખેતી કરવા પાણી મળે તો તે જમીનમાથી પણ સોનું ઉગાડી શકે છે. કોંગ્રેસની સરકારે ચાર દાયકમાં યોજના પાછળ ફક્ત ૯૦૦૦ કરોડ રૂપિયા જ વાપરી શકી છે જ્યારે અમારી સરકારે એક જ દાયકમાં ૬૦૦૦૦ કરોડ યોજનાઓ પાછળ ખર્ચ કર્યો છે. કોંગેસની સરકાર ૩ વ્યવસ્થાઓ જેવી કે વીજળી, પાણી, સડકને સાથે લઈ ચાલી હતી પરંતુ અમારી સરકાર વીજળી, પાણી, સડક, શિક્ષા અને સ્વાસ્થ્ય એમ ૫ વ્યવસ્થા સાથે ચાલે છે. કે જેનાથી આવનારી પેઢી મજબૂત બને. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકારે ગામે ગામમાં થાંભલા પર ટ્યુબલાઇટ નિકાળી એલઇડી લગાવી છે. જે દાહોદ, ઝાલોદ, લીમખેડા, દેવગઢબારીયા સંજેલી, ધાનપુર અને ગરબાડા તાલુકાનાં દરેક ગામમાં રસ્તા પરના થાંભલા પર લગાવવામાં આવી છે. અને ગુજરાત સરકાર પોણા બે કરોડ જેટલા એલઇડી બલ્બ લોકોના ઘર ઘર સુધી G.E.B. દ્વારા પહોચડવામાં આવ્યા છે અને આખા ભારતમાં ગુજરાત નંબર ૧ પર છે. વધુમાં મોદીએ કહ્યું કે મારા દાહોદ ના પરેલનું રેલ્વેનું કારખાનું પણ અદ્યતન થવા જઇ રહ્યું છે જેથી આખા જીલ્લામાં રોજગારીની વધુ તકો ઊભી થશે અને મારા દાહોદ જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોને કમાવવા માટે બહાર જવું નહીં પડે તેમણે અહી જ રોજગારીની નવી તકો ઊભી કરાશે અને તેમણે કહ્યું કે મારા વનબંધુ ભાઈ બહેનોએ ખેતરને ખેતર નહીં પણ ફૂલવાડી બનાવી છે. આવનાર દિવસોમાં તેમના માટે સોલર પંપની શોધ કરાઇ રહી છે કે જેથી વીજળીની જરૂર નહીં પડે અને પોતે પોતાના સોલર પંપ દ્વારા જ પોતાના ખેતરમાં પાણી પાઇ શકે. આ સોલર પંપ થી કૃષિ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવશે અને જ્યારે વર્ષ ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ ઉજવાતા હોય ત્યારે મારા હિંદુસ્તાનના સમગ્ર ખેડૂતોની આવક બમણી કરવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું કે ગુજરાત સરકારે જે જમીન આપી છે. તેમાં મારી આદિવાસી બહેન / બેટી નું નામ પહેલા છે અને પછી તેના પિતા / પતિનું નામ છે અને અંતમાં તેમણે કહ્યું કે મારા જન્મ દિવસ પ્રસંગે હું આપ બધા વચ્ચે રહ્યો તે બદલ હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર દેશમાં ગુજરાતનું નામ હંમેશા આગળ રહે તેવી શુભકામના.