1st શોતોકાન કરાટે ડુ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા શહેરમાં નિઝામપુરામાં નેશનલ ઓપન કરાટે ચેમ્પીયનશીપનું આયોજન કરાયું હતું જેમાં ભારતના તમામ રાજ્ય માંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ગુજરાતને રીપ્રેસેન્ટ કરતા દાહોદના કરાટેચીફ રાકેશ ભાટીયા તથા કરાટે કોચ કલ્પેશ ભાટીયા ના નેજા હેઠળ તૈયાર થયેલ ખેલાડીઓ પૈકી દ્રોણ કેયુરકુમાર પરમારને સાત વર્ષ ની કેટેગરીમાં કુમીતેમાં સિલ્વર મેડલ તથા કાતામાં બ્રોન્ઝ મેડલ, વ્રજ અમીનને અગિયાર વર્ષની કેટેગરી માં કુમીતેમાં બ્રોન્ઝ મેડલ, ચૌદ વર્ષની કેતેગરીમાર બિલવાલ ઋત્વિકને કાતામાં બ્રોન્ઝ અને ભૂરિયા હર્ષદને કુમીતેમાં સિલ્વર મેડલ મળ્યો હતો. જયારે અઢાર વર્ષની કેટેગરીમાં ખરાડ ભેરુસિંહ ને કાતામાં બ્રોન્ઝ અને કુમીતેમાં સિલ્વર મેડલ તથા શેખ મોઈનને કાતામાં બ્રોન્ઝ અને કુમીતેમાં ગોલ્ડ મેડલ આમ આ તમામ સ્પર્ધકોને તેમની પોતાની વય પ્રમાણે જુદી જુદી કેટેગરીમાં મેડલો પ્રાપ્ત થયા હતા જે દાહોદ માટે ગર્વની બાબત છે.
HomeDahod - દાહોદવડોદરામાં યોજાયેલ 1st શોતોકાન કરાટે નેશનલ કરાટે ચેમ્પીયનશીપમાં દાહોદના 6 સ્પર્ધકો મેડલ...