Thursday, December 5, 2024
Google search engine
HomeDahod - દાહોદવર્લ્ડ એઈડ્સ ડે નિમિતે HIV/AIDS Positive People Seva Mandal Dahod ખાતે અભિગમ...

વર્લ્ડ એઈડ્સ ડે નિમિતે HIV/AIDS Positive People Seva Mandal Dahod ખાતે અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટના દાતાશ્રી દ્વારા દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું

“Take the rights path” “એચ.આઇ.વી. સાથે જીવતા લોકોના માનવ અધિકારોના સંરક્ષણ થકી કલંક અને ભેદભાવ મુક્ત સમાજ બનાવીયે.

“ ૧ લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે” ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રીવેન્શન કંટ્રોલ યુનિટ, દાહોદ અને HIV / AIDS Positive People Seva Mandal, Dahod ના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવતના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટી અમદાવાદ અને GSNP + સુરત દ્વારા દાહોદ જિલ્લામાં કાર્યરત સમગ્ર પ્રોજેક્ટના કચેરી ખાતે અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટના દાતા દ્વારા PLHIV બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમના ભાગરૂપે DISHA DAPCU અને સમગ્ર પ્રોજેક્ટના સહયોગ દ્વારા પ્રાથમિક પ્રવચન આપી એચઆઈવી કાર્યક્રમની રૂપરેખાની સમજ આપવામાં આવી હતી. બીમારી સાથે જીવતાં દર્દીઓને એકત્રિત કરી તેમના જીવનમાં HIV / AIDS વિષયક સમજ કેળવાય અને તેઓ ગંભીર બીમારીથી બચે તે માટે આયોજિત કાર્યક્રમમાં સંપૂર્ણ જાણકારી લે તે એ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. વધુમાં ચાઈલ્ડ વેલ્ફર કમીટી દાહોદ (CWC) ના ચેરમેન રંજનબેન રાજહંસ દ્વારા સીંગલ પેરેન્ટ્સના બાળકો માટે ગવર્મેન્ટ તરફથી મળતી સહાયની માહિતી આપવામા આવી હતી. તેમજ સંસ્થાનો સપર્ક કરવા જાણ કરવા જણાવવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ સમગ્ર પ્રોજેક્ટ દાહોદ ખાતે કરવામાં આવ્યો હતો, જે દરમ્યાન ચાઈલ્ડ વેલ્ફર કમીટી દાહોદ (CWC) ના ચેરમેન તેમજ અભિગમ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments