દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ફાગણ સુદ પૂનમને હોળીના દિવસે ગાંધી ચોકમાં વર્ષોથી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દાહોદના તમામ વિસ્તારો તેમજ ફળિયાના લોકો ભેગા થઇ આ હોળીનું આયોજન કરે છે. આ હોળી ઉપર તેને પ્રગટાવતા પહેલા સવારથી જ મહિલાઓ તેની પૂજા અર્ચના કરી છાણમાંથી બનેલ બલબોલિયાના હાર બનાવીને આ હોળીમાં મૂકે છે.
આ હોળીનું મહત્વ એટલે ખાસ કરીને છે કેમ કે દાહોદ નગરમાં એક સમયે આ એક જ હોળી પ્રગટાવવામાં આવતી હતી. આ હોળી પ્રગટતાની સાથે તેમાંથી મશાલ પ્રગટાવી જુદાજુદા વિસ્તારોના યુવાનો આ મશાલથી તેમના વિસ્તારની હોળી પ્રગટાવે છે. આ આ મુખ્ય હોળી પર તમને નાતજાતના ભેદભાવ વગર લોકો આવતા નજરે પડે છે. આમ આ દાહોદ શહેરની મુખ્ય હોળી એકતાનું પ્રતિક ગણાય છે. પાછલા બે વર્ષથી શહેરની આ મુખ્ય હોળી ફક્ત છાણા મૂકીને પ્રગટાવવામાં આવે છે. આમ આ તહેવારમાં હોવી લોકો જાગૃત બનીને ઇકો ફ્રેન્ડલી હોળી માનવતા થયા છે.