- વર્ષ ૨૦૧૫માં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવેલ બાળક નામે ઠાકોર જગદીશ યાદવના પરિવારજનોએ ચિલ્ડ્રન હોમ દાહોદનો સંપર્ક કરવો
- ૫ વર્ષની ઉંમરે ખોવાઈ ગયેલું / બાળ સંભાળ ગુહમાં ઉછર્યું, હવે ૧૫ વર્ષની ઉંમરે જગદીશ હજુ પણ કાલુપુર રેલ્વે સ્ટેશનથી પોતાના ખોવાયેલા પરિવારની રાહ જુએ છે.
મળી આવેલ બાળક નામે ઠાકોર જગદીશ યાદવભાઈ તા:૨૪/૦૫/૨૦૧૫ ના રોજ કાલુપુર રેલ્વે સ્ટેશન, અમદાવાદ થી ચાઇલ્ડ લાઇન અમદાવાદને મળી આવતા બાળકને શીશું ગૃહ, અમદાવાદ મૂકવામાં આવ્યો હતો. તેમાં બાળકની ઉમર આશરે ૫ વર્ષ હતી. બાળક ગુજરાતી ભાષા બોલતો હતો. બાળકને પૂછ પરછ કરતાં બાળક તેના પરિવાર વિષે કઈ પણ જણાવતો ન હતો, ત્યાર બાદ બાળકની ઉમર ૬ વર્ષ થતાં બાળકને અમદાવાદમા ચિલ્ડ્રન હોમમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બાળકે વડોદરા, પાલનપુર, અમદાવાદ શિયાળ, ગાંધીનગર જેવા અન્ય જિલ્લામાં પણ આશરો મેળવ્યો હતો. અને ચિલ્ડ્રન હોમ, ગાંધીનગરનાં કર્મચારીઓ દ્વારા બાળકનું કાઉન્સેલિંગ કરતાં બાળકે જણાવ્યુ કે, હું મારા પરીવાર સાથે કાલુપુર રેલ્વે સ્ટેશનના ફૂટપાથ પર રહેતા હતા. અને તેના પિતા યાદવભાઇ ઠાકોર માતા: ગીતાબેન ઠાકોર તેઓ બંને મૃત્યુ પામ્યા છે અને તેની મોટી બહેન :દેવકી અને તેનો નાનો ભાઈ: ઉતમ, ત્યાં રેલ્વે સ્ટેશનના ફૂટપાથ પર રહેતા અને રેલ્વે સ્ટેશનમાં ભીખ માંગતા અને ત્યાં જ સૂઈ જતાં હતા. પરંતુ હાલ તેનો પરીવાર ક્યાં છે તેને તેની ખબર નથી.
આ બાળકને તા ૧૯/૦૨/૨૦૨૫ના રોજ ચિલ્ડ્રન હોમ, અમદાવાદ પાલડી થી ટ્રાન્સફર કરી ચિલ્ડ્રન હોમ, દાહોદમાં લાવવામાં આવ્યો છે. હાલ આ બાળકની ઉમર ૧૫ વર્ષ ૧૦ માસની છે, અને હાલ બાળક ધોરણ ૯ માં અભ્યાસ કરે છે. તેને ચિલ્ડ્રન હોમ, દાહોદના કર્મચારીઓ દ્વારા તેના પરીવાર વિષે પૂછપરછ કરતાં બાળકના જણાવ્યા પ્રમાણે હાલ તેના માતા-પિતા કે ભાઈ-બહેનનું નામ અને તે ક્યાં છે અને તેના વિષે તે કઈ પણ જાણતો નથી. બાળકની ઓળખમાં શરીરે શ્યામ વર્ણ, ચહેરો લંબચોરસ, ઉંચાઈ પ ફૂટ ૬ ઇંચ, વજન ૫૦ કિલોગ્રામ, બાંધો મધ્યમ, માનસિક-શારીરિક સ્થિતિ સારી, નાકની જમણી બાજુમાં વાગેલાની નિશાની છે.
આ મળી આવેલ બાળ કિશોરના સગા-સબંધીઓએ દાહોદ જિલ્લાના ચિલ્ડ્રન હોમ, સ્વામી વિવેકાનદ સોસાયટી, આસારામ આશ્રમની બાજુમાં, યુનાઈટેડ મોટર્સની સામે, ગરબાડા રોડ, દાહોદનો સંપર્ક કરવો. અથવા મો.નંબર ૯૪૨૮૧૨૯૨૦૨ પર સંપર્ક કરવા ચિલ્ડ્રન હોમ, દાહોદના અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા જણાવાયું છે.