NewsTok24 – Keyur Parmar – Dahod
સરકારી તંત્રમાં કેટલાક સરકારી બાબુઓ પોતાના થોડાક અંગત નાણાકીય લાભ મેળવવા માટે થઈને આપણા દેશીની સ્વદેશી ચીજ-વસ્તુઓ કે જે ઘણાં લાંબા સમયથી વપરાશમાં હોવા છતા તેના સ્થાને વિદેશી ચીજ-વસ્તુઓ અપનાવાની મલીન કોશીસો કરી રહ્યાની વિગતો જાહેર ચર્ચામાં આવવા લાગી છે .
દાહોદ જીલ્લાની કેટલીક સરકારી કચેરીઓ માં સરકાર અધિકારીઓ કર્મચારીઓને “આઈડયા” જેવી કંપનીના સીમકાર્ડ વાપરવા માટે સરકારી ખર્ચે આપવામા આવ્યા છે .આઈડયા જેવી વિશાળ નેટવર્ક ધરાવતી ખામી રહિત સેવાઓ પૂરી પડતી હોવા છતા,તેના સ્થાને “વોડાફોન” જેવી વિદેશી કંપનીઓ ના સીમકાર્ડ જ વાપરવાની પેરવી ચાલી રહી હોવાનું ચર્ચાઓમાં આવ્યું છે .જાહેરમાં થતી ચર્ચાઓ માં એવી વાતો બહાર આવી રહી છે કે જો આઈડયાના સ્થાને વોડાફોન નામની કંપનીના સીમકાર્ડ કોઈ ચોક્કસ કચેરીઓમાં શરુ કરાય તો ખુબ મોટી રકમના નાણાકીય વહેવારો બંધ બારણે થઇ શકે તેમ છે .આઈડયાના બદલે વોડાફોન ની તરફેણ માં જવાબદાર અધિકારી દ્વારા ગોળ ગોળ કારણો પણ રજુ કરવામાં આવી રહયાનું પણ સાંભળવામાં આવી રહ્યું છે .
ભારતના વડાપ્રધાનશ્રી પણ વિદેશી ચીજ-વસ્તુઓના સ્થાને સ્વદેશી વસ્તુઓ વાપરવાના આગ્રહી રહ્યા હોય અને સ્વચ્છતા ઝુંબેશ ના નેજા હેઠળ આવું અભિયાન ચલાવી રહ્યા હોય ત્યારે સરકારી તંત્ર માં એ વાતોનો સરેઆમ છેદ ઉડાડવાની કોશીસો થતી હોય ત્યારે સ્વદેશી વસ્તુઓ નો આગ્રહ રાખનાર કે પછી સ્વદેશી ચીજ વસ્તુઓ નું વેચાણ કરનારાઓની લાગણી ઓ દુભાય તે સ્વાભાવિક છે .
આવામુદ્દો ઓ પાછળ નો મૂળભૂત આશય તો એવો રહ્યો છે કે જો સ્વદેશી ચીજ વસ્તુઓનો વપરાશ ભારત જેવા દેશ માં વધે તો લોકોના પૈસા એટલે કે આપના નાણા આપના દેશમાં જ રહે અને વિકાશમાં આ નાણા નો ઉપયોગ થાય તો આપણો દેશ આવનારા દીવાસોમાં ફરીથી “સોનીકી ચીડિયા” ની દિશામાં આગળ વધી શકશે.
સ્વદેશી ચિજ વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ ઓછામાં ઓછો સરકારી કર્મચારીઓ તરફથી જ શરુ કરાય તો આવનારા દિવસોમાં ધીમે ધીમે લોકોમાં પણ એક નવો સંદેશ વહેતો થશે લોકજાગૃતિ આવશે અને એ રીતે આપનો દેશ વિકાસની નવી ઉચાઇએ સર કરી શકશે.વિદેશી કંપનીઓને અહી આકર્ષિત કરીને નવા ઉદ્યોગો-ધંધાઓ સ્થાપવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે એ વાત છે પણ વિદેશના મોટા મોટા ઉદ્યોગ ગૃહીને અહી લાવીને દેશના અર્થતંત્રને વધુ મજબુત કરવા અને રોજગારીની વિપુલ તક ઉભી કરવાનો શુભ ઈરાદો છે .તેમ છતાય એ તબ્બકે વિદેશીના સ્થાને સ્વદેશીનો કોન્સેપ્ટ જ્યાં શક્ય છે ત્યાં સ્વીકારાશે તો તેનો લાંબાગાળે ફાયદો થવાનો જ એમાં કોઈ શંકા ખરી ??
ગુજરાત ના મુખ્યમંત્રી પણ આ બાબતમાં થોડુક લક્ષ આપે તો પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવી શકે તેવા લોકમંતવ્યો પણ ચર્ચામાં છે.