Monday, January 20, 2025
Google search engine
HomeViramgam - વિરમગામવિરમગામ શહેરના ભઠ્ઠીપરા વિસ્તારમાં જુથ અથડામણ મામલો : જીવલેણ હુમલામાં અને મકાન...

વિરમગામ શહેરના ભઠ્ઠીપરા વિસ્તારમાં જુથ અથડામણ મામલો : જીવલેણ હુમલામાં અને મકાન તોડફોડમાં 12 શખ્સો સામે ફરિયાદ નોંઘાઇ

  • આરોપીઓને પકડવાની પોલીસ ફરજ રૂકાવટ અને હુમલા મામલે 26 નામજોગ સહિત 100 માણસોના ટોળા સામે ગુનો નોંઘાયો.આરોપીઓની અટકાયત…ઘટનામાં કુલ 10 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયાના હતા.

31  માર્ચ રવિવારના રોજ વિરમગામ શહેરના ભઠ્ઠીપરા વિસ્તારમાં બપોરે આશરે ૦૩:૦૦ કલાકે ભઠ્ઠીપરા વિસ્તાર બહાર કબ્રસ્તાન સાઇડમા બનાવેલ દિવાલ પર ખીલો લગાવતા બોલાચાલી બાદ બંને કોમના જુથ ઠાકોર અને મુસ્લિમ સમાજ ટોળાં સામસામે આવી ગયા હતા. એક જુથે પત્થર અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા વિરમગામ ટાઉન માંડલ અને દેત્રોજ ડીવીઝન સહિત બહારથી SRP ટુકડી સહિત કુલ 200 થી 300 પોલીસ ખડકી દેવાઇ હતી. SP ઘટનાસ્થળે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જેમા એક જુથના ટોળાએ મકાનમાં તોડફોડ કરી હતી. ઘટનામાં એક જુથના 8 અને અન્ય સામે જુથના 2 વ્યકિતને નાનીમોટી ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને વિરમગામ ગાંઘી હોસ્પીટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમદાવાદ ખાતે ખસેડાયા હતા. વિરમગામ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા ત્યારે એક જુથના મહીલાઓ અને પુરુષોના ટોળાઓ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઘસી આવ્યા હતા. જ્યાં ટોળાએ વિરમગામ ટાઉન અને પોલીસ ચોકી બહાર પત્થર મારો કર્યો હતો. જેમા 1 LCB અને 4 ટાઉન પોલીસના કોન્ટેબલને ઇજા પહોંચી હતી. અને મોડી સાંજે અમદાવાદ રેંજ આઇ.જી. એ.કે.જાડેજાએ મુલાકાત લીધી હતી. હાલની સ્થિતિ મુજબ ઘટના સ્થળ સહિત શાંતિનો માહોલ છે. અને પોલીસે આશરે 20 – 25 આરોપીની અટકાયતના સમાચાર મળી રહ્યા.

ત્યારે મોડી રાત્રે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે અલગ અલગ ગુના નોંધાયા હતા. જેમાં પ્રથમ ફરીયાદમાં હંસાબેન ગટોરભાઈ મથુરભાઇ ઠાકોરનાઓએ ભઠ્ઠીપરામાં કબ્રસ્તાનમા ખીલો રાખવાની બાબતે એક જુથના સભ્યો નારાજ થઇ સામે નામવાળા ઉપરાંત અન્ય 20 – 25 માણસો એક સંપ થઇ ષડયંત્ર રચી પ્રાણઘાતક હથીયારો વડે હુમલો કર્યો હતો. જેમા 8 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ મામલે મેબાભાઇ મુસલમાન રહે.તબેલામાં વિરમગામ, અબ્દુલા પીરૂભાઇ કસાઇ રહે.વિરમગામ, જહીર અબ્બાસ હુસેનભાઇ કુરેશી ઉ.વ34, ઘંઘો મજુરી, વિરમગામ, સમસુદીન દાલભાઇ ઘાંચી ઉ.વ.20 રહે.વિરમગામ જુમ્મા મસ્જીદ પાસે, વસીમ ઉર્ફે બાડો મુસ્તુફા દીવાન ઉ.વ.28 સરકારી દવાખાના સામે ઢાઢીવાસ, વિરમગામ, વસીમ ઉર્ફે બોડો મુસ્તુફા દીવાન ઉ.વ. 28 નૂરી સોસાયટી, વિરમગામ, સોહીલ ઉર્ફે દડી આબિદભાઇ સીપાઇ રહે.વિરમગામ, કાસમ મુસ્તુફા સીપાઇ, સફી અબ્બાસ કુરેશી, સકુ, અયુબ ગલ્લાવાળા, અસ્લમ અકબરભાઇ ખાનદાદા ઉ.વ.33 રહે.અલબદલ સોસાયટી, વિરમગામ એમ કુલ 12 શખ્સો સામે ગુનો નોધાયો છે.

બીજી બાજુ રવિવારે બનેલી ઘટના બાદ આરોપીને પકડવાની પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા પોલીસ કર્મચારીઓને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હથીયારો અને પથ્થરો વડે હુમલો કરીને ગંભીર નાની – મોટી ઇજા પહોંચાડી તેમજ ખાનગી વાહનોમાં તોડફોડ કરી નૂકશાન કરનાર સામે વિરમગામ ટાઉન P.I. યુ.બી.ઘાખડાનાએ 26 નામજોગ સહિત 100 થી વઘુ ટોળા સામે રાયોટીંગ સહિત ગુનો નોંધેલ છે. જેમા સુજાત ઉસ્માન ખાન સંઘી ઉ.વ.60 રહે.નૂરી સોસાયટી વિરમગામ, જહીર અબ્બાસ કુરેશી ઉ.વ.34 રહે.વિરમગામ, અલફાઝ યુસુફભાઇ સીપાઇ રહે.નૂરી સોસાયટી વિરમગામ, મુસ્તાક અબ્બાસી હુસેનભાઇ સીપાઇ ઉ.વ.38 રહે.જુહાપુરા, અલફેશન સોસાયટી વેજલપુર અમદાવાદ, ફૈજાન યુસુફ અબ્બાસભાઇ સીપાઇ ઉ.વ.24 સાચાપીર દરગાહ વિરમગામ, દિલાવર રસુલભાઇ કુરેશી ઉ.વ.27 રહે.દેલ્લા ગામ પરામા કડી જી.મહેસાણા, નવાઝ મહંમદ મંડલી ઉ.વ.18 રહે.ઉન્નતિ સ્કૂલ પાસે રૈયાપુર, વિરમગામ, સમસુદીન દાલભાઇ ઘાંચી,ઉ.વ.20 રહે.વિરમગામ, વસીમ ઉર્ફે બાડો મુસ્તુફા દીવાન ઉ.વ28 જુની સરકારી હોસ્પિટલ વિરમગામ, સત્તારશા ઇબ્રાઇમશા ફકીર ઉ.વ.22 રહે.સૈયદનો ચાલી, નૂરી સોસાયટી વિરમગામ, કાસમ મુસ્તુફા સીપાઇ, અનવર મુસ્તુફા સીપાઇ ઉ.વ.38 નૂરી સોસાયટી વિરમગામ, અસ્લમ અકબરભાઇ ખાનદાદા ઉ.વ.33 અલબદલ પાર્ક વિરમગામ, નિઝામ ગુલાબાભાઇ સંઘી નૂરી સોસાયટી વિરમગામ, ઉસ્માન સાહેબખાન પઠાણ સૈયદની ચાલી નૂરી સોસાયટી વિરમગામ, વસીમ ઉર્ફે બોડો યુસુફભાઈ અબ્બાસ કુરેશી,ઉ.વ.28 નૂરી સોસાયટી વિરમગામ, સફી અબ્બાસ કુરેશી વિરમગામ, મોહસીન ઉર્ફે બાટલો રહે.વિરમગામ, વાળા વાકીબ વાહીલ રહે.વિરમગામ, સકુ, હુસેન મહેબુબભાઇ સીપાઇ, અબ્દુલા પોરૂભાઈ કસાઈ રહે.વિરમગામ, સોહીલ ઉર્ફે દડી આબિદભાઇ સીપાઇ રહે વિરમગામ, આબિદ ઉર્ફે દડી સીપાઇ રહે વિરમગામ, અયુબ ગલ્લાવાળો સહિત અન્ય 100 માણસોનું ટોળું સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટના મા પોલીસે કુલ 20 જેેેેટલા લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments