PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં ઐતિહાસિક મુનસર તળાવ રોડના પરકોટાની બારી પાસે વરસાદી ગટરમાં સમી સાંજે અબોલ જીવ ગાય વરસાદ ગટરમાં પડી જતાં આજુબાજુના રહીશો દ્વારા હિન્દુ ગૌરક્ષા દળના કાર્યકરો અને સ્થાનીક રહીશો દ્વારા અડઘો કલાકની ભારે જહેમત બાદ ગાયને વરસાદી ગટરમાંથી બહાર કાઢી હતી. જેમાં વિરમગામ હિન્દુ ગૌરક્ષા દળના પ્રવિણભાઇ શાહ, હાર્દિક ગમારા સહિત નગીનભાઇ દલવાડી, રશ્મિન દરજી, રાજુભાઈ સહિતના રહીશો દ્વારા વરસાદી ગટરમાં પડી ગયેલ અબોલ જીવને જીવદયા પ્રેમીઓ દ્વારા ભારે જહેમત બાદ બચાવી લીધી હતી.