

PIYUSH GAJJAR – VIRAMGAM
● કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપવાની સાથે પ્રચારનો નવો નુસખો.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચા દ્વારા આયોજીત સેવા સંકલ્પ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસીય છાશ અને પાણીના વિતરણનો કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. કાર્યક્રમના ભાગરૂપે વિરમગામ શહેરમાં યુવા મોર્ચાના પ્રમુખ હિતેષ મુનસરા તથા યુવા ભાજપ અધ્યક્ષતા હેઠળ યુવા ભાજપ વિભાગ દ્વારા વિરમગામ ગોલવાડી દરવાજા બહાર સરદાર પટેલ ની પ્રતિમા પાસે છાશ અને પાણી પરબનું આયોજન કર્યું હતું. જેમાં 1000 થી વધુ લોકો છાશ અને પાણી પરબનો લાભ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે હિતેષ મુનસરા, હર્ષદ ઠક્કર, હિરેન પટેલ, ગોપાલ મીર, સહિતના કાર્યકરોએ ઉપસ્થિત રહયાં હતાં.