દાહોદ જિલ્લા પોલીસ તાલીમ શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસ રેલીને લઈ જિલ્લા પોલીસ અધિક્ષકએ આદિવાસી સમાજના આગેવાનો અને વેપારી મંડળો સાથે બેઠક યોજી.
આજે તા.૦૬/૦૮/૨૦૨૩ ને રવિવારના રોજ પોલીસ તાલીમ ભવન ખાતે આગામી તા.૦૯/૦૮/૨૦૨૩ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાનાર હોય તે અનુસંધાને દાહોદ શહેરમા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવા ભાવ સાથે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો રાજદીપ સિંહ ઝાલા અને મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિદ્ધાર્થ દ્રારા દાહોદ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.એન. દેસાઈ અને “B” ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એન. ગઢવીની ઉપસ્થિતીમાં આદિવાસી સમાજના આગવાનો અને દાહોદ શહેરના વેપારીઓ અને સાથે વ્યાપારી મંડળો તથા દાહોદ શહેરના અગ્રણીઓની ઉપસ્થિતીમાં શાંતી સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં દાહોદ શહેરના આદિવાસી સમાજના આગેવાનો અને દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, અગ્રણીઓ તથા વિશ્વ આદિવાસી રેલીના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.