૮ મી મે એટલે આંતર રાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ. સમગ્ર દેશ સાથે ગુજરાત રાજ્ય પણ થેલેસેમિયા દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે થેલેસેમિયા રોગ વિશે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. આ એક આનુવંશિક રોગ છે. જેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું થતું જાય છે. જે આપણા શરીરને ઓક્સિજન પૂરું પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિની અસ્થિ મજ્જા થકી લોહ તત્વથી હિમોગ્લોબીનમાં પરીણમતું નથી. જે શરીરને પૂરતું ઓક્સિજન આપવામાં નિષ્ફ્ળ જાય છે.
થેલેસેમિયા રોગ વિશે દરેક નાગરિક જાગૃત બને અને આવી ખામી ધરાવતા વ્યક્તિઓએ કેવી સમસ્યાઓના શિકાર થવું પડે છે જેવી અનેક બાબતો ને ધ્યાને રાખીને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ટીબી એચ.આઈ.વી અધિકારીનાં માર્ગદર્શન હેઠળ ઝાયડસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 19 યુનિટ બ્લડ કલેક્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીલ્લા ટીબી એચ.આઈ.વી અધિકારીએ જણાવ્યું કે થેલેસેમીયાના દર્દીઓ માટે રકતદાન કરવા તરફ એક પગલું ભરો અને થેલેસેમીયા પીડિત દર્દીઓના જીવનમાં હાસ્ય લાવો જેવા સૂત્રને સાર્થક કરવા હેતુ આ રકતદાન કેમ્પમાં સહભાગી થયેલ દરેક રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.