શાળા સલામતી સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે દાહોદ જિલ્લાની લીમખેડા લોકેશનની ૧૦૮ ટીમ દ્વારા નવાવડીયા પ્રાથમિક શાળા તેમજ ઠકકરબાપા પ્રાથમિક શાળા, દાહોદ ખાતે ૧૦૮ એમ્બ્યુલન્સનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવેલ હતું.
જેમાં સ્કૂલના બાળકોને ૧૦૮ માં રહેલ વિવિધ ઉપકરણો તેમજ પ્રાથમિક સારવાર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, એ ઉપરાંત વિવિધ આપત્તિના પોસ્ટર બતાવી ૧૦૮ ટીમ થકી કઈ કઈ કામગીરી કરવામાં આવે છે તે બાબતે વિસ્તાર પૂર્વક સમજૂતી આપવામાં આવી હતી.