NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ અનાજ મહાજનમાં પ્રતિબધ્ધતા દિવસની ઉજવણી નિમિત્તે ખ્યાતનામ લેખક અને પોતે શિક્ષક એવા ડો. કુમારપાળ દેસાઈ હાજર રહ્યા હતા અને તેઓએ શિક્ષકનું સમાજમાં કેટલુ મહત્વ છે? અને કેમ છે? તે વિવિધ દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું હતું તેમના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત તમામ અતિથીગણ એકીટસે તેમની વાણીને માણી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે શિક્ષક જ એવી વ્યક્તિ હોય છે કે જે બીજ રૂપી વિદ્યાર્થીને વટવૃક્ષ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોય છે.
આ પ્રસંગે ડો. કુમારપાળ દેસાઈનું સ્વાગત દાહોદ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ શાહએ કર્યું હતું તેમની સાથે મંચ ઉપર દાહોદ જૈન સમાજના અન્ય અગ્રણી શોધનભાઈ શાહ, ચંદ્રેશભાઈ ભુતા, પારસભાઈ જૈન તથા માંનેશભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જીલ્લા વિકાસ અધિકારી એચ. એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમનું સ્વાગત સોસાયટીની મેનેજીંગ ટ્રસ્ટી સુરેશભાઈ શેઠ તથા મંત્રી કનૈયાલાલ શાહએ કર્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂલકાઓએ રંગબેરંગી કાર્યક્રમો કરી લોકોને ખુશ કરી દીધા હતા.