KEYUR PARMAR BUREAU DAHOD
નવી દિલ્હીમાં વડાપ્રધાનના નિવાસ સ્થાન ખાતે શ્રી સોમનાથ મહાદેવ ટ્રસ્ટ – પ્રભાસ પાટણ ની બેઠક યોજાઇ હતી. બેઠકના અધ્યક્ષ કેશુભાઈ પટેલની અસ્વસ્થતાને કારણે ઉપસ્થિત ન રહી શકેલ, શ્રી એલ. કે. અડવાણીએ અધ્યક્ષ સ્થાન સંભાળેલ. મિટિંગમાં ટ્રસ્ટના વર્ષ 2015 – 2016ના આવક જાવકના હિસાબો મંજુર કરી નાણાકીય પરિસ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. હવે સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સંખ્યા વાર્ષિક 1 કરોડ જેટલી થયેલી છે, યાત્રી સુવિધામાં સતત સુધારાવધારા કરતા રહેવાનું નક્કી કરવામાં આવ્યું છે. HONDA NAVI
શ્રી રામ મંદિર,ગોલોકધામ, શ્રી ભાલકાતીર્થ, બૌદ્ધિસ્ટ ગુફાઓ, ડોરમેટરી, રસ્તાઓ, પાર્કિંગ વિગેરે પ્રોજેક્ટો દ્વારા યાત્રાળુઓને વધારે સુવિધા મળે તે માટે રીવ્યુ કરવામાં આવ્યું।
ભવિષ્યમાં યાત્રાળુઓ સોમનાથ યાત્રામાં વર્ચ્યુંઅલ રીયાલીટી મારફત ઝાંખી કરી શકે તે માટે નવા પ્રોજેક્ટોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું।
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશ્વના ટીન-એજ (ઈન્ટરનેટ જોડાયેલા ભક્તો) સતત સંપર્કમાં રહી શકે તે માટે “સોમનાથ યાત્રા” નામની એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે, તેની વડાપ્રધાનએ સરાહના કરી શ્રી સોમનાથ ની હાજરી સોશ્યલ મીડિયામાં વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર પાર હોવાથી 20 લાખથી વધુ લોકોએ સંપર્ક બનાવ્યો છે. સોમનાથની ત્રણ લાઈવ આરતી ખુબ જ લોકપ્રિય થઇ છે. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૧૬ મિનિટની શોર્ટ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ “કહાની સોમનાથ કી”, વૈભવી વારસો, ક.માં.મુન્શીએ લખેલો પત્ર સોમનાથનો ઇતિહાસ અને સોમનાથત્રસ્ત્ન ટ્રસ્ટી જે.ડી. પરમારે લખેલ પરિચય પુસ્તિકાઓની ટ્રસ્ટી મંડળે નોંધ લીધી.