THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંજેલી નજીકમાં આવેલ નેનકી પાટમાં વર્ષો જુના શિવમંદિરે આજે તા.૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારને મહાશિવરાત્રીના રોજ ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. સંજેલી રત્નેશ્વર મહાદેવ તેમજ પુષ્પ સાગર તળાવ પાસે આવેલા ભીમ નાથમહાદેવ મંદિરે ભજન આરતી સાથે મહાપ્રસાદીનો મોટી સઁખ્યામા ભક્તોએ લાભ લીધો હતો. અને રોશનીથી ઝગમગી રહેલા ભીમનાથ મહાદેવ મંદિરે સાંજે મહાઆરતી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.