ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કદવાલ – સંજેલી – પિછોડા રોડ તથા જૂસણી – ગલાનાપડ – માંડલી એપ્રોચ રોડના પહોળાઈ તથા મજબૂતીકરણના કામનું ખાતમુહૂર્ત રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લાના સ્ટેટ હાઈવેના અધિકારીઓ અને ઝાલોદ તાલુકા પંચાયત માર્ગ મકાન વિભાગ કચેરીના અધિકારીઓ તથા સંજેલી તાલુકાના ભાજપ પ્રમુખ, કાર્યકરો, સરપંચ મિત્રો હાજર રહ્યા હતા.
સંજેલી તાલુકાના આ રસ્તાના કામ માટે અંદાજીત રૂપિયા ૬.૫ કરોડના ખર્ચે તૈયાર થનારા આ રસ્તાઓથી આ વિસ્તારની કનેક્ટિવિટી વધશે, સમયની બચત થશે અને આપણા પંથકના ખેડૂત ભાઈઓ તેમજ વેપારીઓ માટે પરિવહન વધુ સરળ બનશે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીના નેતૃત્વમાં “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા ગામડે ગામડે રસ્તાઓ ના નવીની કરણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું


