લોકડાઉન કારણે આજીવિકા થી વંચિત સામાન્ય પ્રજાજનોને સહાયરૂપ થવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી.
સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઘરવેરા અને વીજબીલ સત્ર ફી ધિરાણનું ઓટો રિન્યુઅલ વ્યાજ સહિત માફ કરવા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.
છેલ્લા ત્રણ મહિનાથી સમગ્ર વિશ્વમાં કારોના વાયરસની મહામારી ને કારણે આખો દેશ પ૫ દિવસથી લોકડાઉનમાં છે. ધંધા, વેપાર, ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ૪ મુદ્દાની માંગને લઇને સંજેલી તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના વાઇરસને લઈને લોકડાઉનમાં તમામ ફરમાનોનું પ૫ દિવસ સુધી લોકોએ પાલન કરી પોતાની ફરજ અદા કરી છે. વેપાર, ધંધા, રોજગાર બંધ રહેવાથી પગાર તથા બચતમાંથી લગભગ બે મહિના પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. આવક બંધ અને જાવક સતત ચાલુ હોઈ જીવવું મુશ્કેલ બન્યું હોવાથી કપરા સંજોગોમાં સરકારના લોકડાઉન નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોની હાલત કફોડી બની છે. જેને લઇ ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામસીંગભાઇ ચરપોટની આગેવાનીમાં વિવિધ માંગ કરવામાં આવી છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગના તમામ પરિવારોના રહેઠાણના વેરા, પાણીવેરા, મિલકત તથા ધંધાના વેરા માફ કરવા, ખાનગી શાળામાં પ્રથમ શૈક્ષણિક સત્રની ફી માફ કરવા, કૃષિ ધિરાણની મુદ્દતમા વધારો તથા વ્યાજ માફ કરવા તેમજ ફોટો રીન્યુઅલ કરવા, માર્ચ – ૨૦૨૦ થી જૂન – ૨૦૨૦ સુધી વીજળી બિલ માફ કરવા, સહિતના અનેક મુદ્દાને લઈ સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તથા રહીમભાઈ કાસમવાળા, લઘુમતી મોરચાના પ્રમુખ રફીકભાઈ ડોકીલા, શૈલેશભાઈ તાવીયાડ, ઈરફાનભાઈ તૂરાની આગેવાની હેઠળ સંજેલી મામલતદાર વી.બી.પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.