આ કેસના ફરિયાદીએ પિતાના નામનો સિંચાઈ કુવો સરકારશ્રી તરફથી મંજૂર થયેલ જે કુવો બનાવવા માટેની વહીવટી મંજૂરી આપવાના કાગળો ટી.ડી.ઓ. તરફ મોકલવા માટે નોંધ મૂકી, હુકમ તૈયાર કરવાના કામ માટે આ કામ ના આરોપીએ ₹.૫,૦૦૦/- લાંચ પેટે માગેલ જેમાં અગાઉ ₹.૨૦૦૦/- આપી દીધેલા અને આજરોજ બાકી ના ₹.૩૦૦૦/- આપવાનો વાયદો કરેલ, જે નાણા ફરિયાદી નહીં આપવા માગતા હોઈ તેઓની ફરીયાદ આધારે આજ રોજ તા.૨૯/૦૧/૨૦૧૯ મંગળવારના રોજ ACB એ ગોઠવેલ લાંચના છટકામા આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી ₹.૩,૦૦૦/- ની લાંચની રકમ માંગી, સ્વીકારી અને ટ્રેપિંગ અધિકારી એ.કે. વાઘેલા,
પોલિસ ઇન્સ્પેકટર, દાહોદ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ અને સુપર વિઝન અધિકારી એન.પી. ગોહિલ, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા
આરોપી :- રતનસીહ રસુભાઈ ડામોર બીનવર્ગીય
મદદનીશ પ્રોગ્રામ અધિકારી તાલુકા પંચાયત કચેરી, સંજેલી જી.દાહોદ
રહે. ડુગરી ફળીયા,ઉકરડી રોડ, દેલસર, દાહોદ મુળ રહે.
ગામ- છાયણ તા- ઝાલોદ જી-દાહોદ ને અટક કરી કાયદેેેસર ની કાર્યવાહી કરી હતી.