દાહોદ જિલ્લામાં દારૂ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે પંચમહાલ દાહોદ રેન્જ આઈ જી.આર.વી. અસારી અને દાહોદ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા અને ઇન્ચાર્જ. પોલીસ વડા જે.પી. ભંડારી તેમજ ઝાલોદ નાયબ પોલીસ વડા. ડી.આર. પટેલના માર્ગદર્શન મુજબ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લીસ્ટેડ એવા ઇંગ્લિશ દારૂ ની હેરાફેરી કરતા બુટલેગર તેમજ દારૂ જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા માટે સમગ્ર જિલ્લા પોલીસ અધિકારીઓ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સંજેલી તાલુકાના P.S.I. જી.બી. પરમારને બાતમી મળી હતી કે આજે બપોરે ઇંગલિશ દારૂની બોટલ સિલ્વર કલરની મારુતિ બલેનો ગાડી GJ-01 KV-5445 માં ઝાલોદ તરફ થી આવી વાયા કરંબા – હિરોલા તરફ થી સંજેલી જવાની છે. જે માહિતીના આધારે સંજેલી પોલીસે ચારે તરફ કડક ચેકીંગ કરી પેટ્રોલિંગ કરી અને ઘેરો ઘાલ્યો હતો ત્યારે સાંજના સમયે મળેલી ગુપ્ત બાતમી મુજબની એક સિલ્વર કલરની ગાડી ફુલ સ્પીડમાં દોડી રહી હતી ત્યારે તેનો ફિલ્મી ઢબે જીવના જોખમે પીછો કરી સંજેલી પોલીસે ઇંગલિશ દારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ 768 બોટલો રૂપિયા 1 લાખ 17 હજાર 850 તેમજ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ મળીને સંજેલી પોલીસ ને રૂપિયા.4,17,850 નો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
ગાડી ચાલક પોલીસનો કાફલો જોઈને ત્યાંથી ભાગી ગયો હતો ત્યારે તેની તપાસ કરીને આ ઇસમની માહિતી મેળવી વૉન્ટેડ આરોપી તરીકે વિજયભાઈ ખુમાનભાઈ જાતે ડામોર રહે. થાળા લીમડી વોન્ટેડ આરોપી ગાડી મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. હાલમાં મુદ્દામાલ સંજેલી પોલીસે કબજે લઇ સંજેલી PSI આ બાબતની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી કરેલ છે.


