જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ‘બેટી બચાવો – બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન નિષેધ, પોક્સો એક્ટ – ૨૦૧૨, તથા ગુડ ટચ અને બેડ ટચ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સમજ આપવામાં આવી હતી. એ સાથે કચેરી અંતર્ગત ચલાવાતી વિવિધ યોજનાઓ વિશે શાળાના બાળકોને માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહિત કચેરી હસ્તકના DHEW, OSC, ૧૮૧ અભયમના સ્ટાફ હાજર રહ્યા હતા.


