NewsTok24 – Keyur Parmar – Dahod
ગઈ તા.13/11/2015 ના રોજ ઝાલોદ સબજેલમાંથી પોલીસ ઉપર હુમલો કરી ધાડ / લૂંટ, બળાત્કાર, મર્ડર જેવા ગંભીર ગુન્હાઓના ખુંખાર અગિયાર આરોપીઓ જેલમાંથી નાસી છુટેલ જે સંબંધે પોલીસ અધિક્ષક મયંકસિંહ ચાવડાની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લાના અધિકારીઓ તેમજ સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો બનાવી તેઓને ઝડપી પાડવા સારું હર્ષદ મહેતા ના.પો.અધિ. દાહોદની આગેવાની હેઠળ દાહોદ એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ. પી. પરમાર તથા એલ.સી.બી., પેરોલ ફર્લો / એસ.ઓ.જી. તેમજ જીલ્લાના ચુનંદા પોલીસ માણસોની સાથે જેલ ફરારી સાત આરોપીઓને પકડવા સારૂ દાહોદ જીલ્લામાં તેમજ રાજસ્થાન બોર્ડર ખાતે જંગલ તેમજ ડુંગર વિસ્તારમાં જેલ ફરાર આરોપીઓના આશ્રયસ્થાનો ઉપર અસરકારક કોમ્બીગ હાથ ધરેલ.
આજરોજ જેલ ફરારી આરોપીઓને પકડવા સારૂ જુદી-જુદી કુલ પાંચ ટીમો ના.પો.અધિ. હર્ષદ મહેતાની આગેવાની હેઠળ બનાવવામાં આવે અને આધારભૂત સુત્રોથી માહિતી બાતમી હકીકત મળેલ કે, જેલ ફરારી આરોપીઓ (1) મુમસિંગભાઈ રમણભાઈ પંડોર રહે. મુન્ડાહેડા તા. ઝાલોદ જી. દાહોદ (2) અમૃતભાઈ હમતાભાઈ પાંડોર રહે. મુન્ડાહેડા તા. ઝાલોદ જી. દાહોદ નાઓ રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ ઘેસવા ગામે અનાસ નદી કિનારે ઝાડીઓમાં સંતાઈ રહેલ જે બાતમી આધાર શ્રી હર્ષદ મહેતા ના. પો. અધિ. દાહોદનાઓની આગેવાની હેઠળ ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.પી.રાઠવા લીમડી પો.સ્ટે. તથા ટીમોના માણસો સાથે વેશ પલટો કરી છુપી રીતે ઓપરેશન હાથ ધરેલ તે દરમ્યાન જેલ ફરારી આરોપીઓ (1) મુમસિંગભાઈ રમણભાઈ પંડોર રહે. મુન્ડાહેડા તા. ઝાલોદ જી. દાહોદ તથા (2) અમૃતભાઈ હમતાભાઈ પાંડોર રહે. મુન્ડાહેડા તા. ઝાલોદ જી. દાહોદ ઘેસવા ગામે અનાસ નદીના કિનારે ઝાડીઓમાંથી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થયેલ.