Thursday, December 12, 2024
Google search engine
HomeUncategorizedસનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ડો કુબેરભાઈ...

સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ડો કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયુ

આપણા સમાજની દિશા અને દશા બદલવા અને પ્રૌઢ શિક્ષણને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગર એ શક્ય નથી – શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર

શિક્ષણ મંત્રીએ શિક્ષકમિત્રો દ્વારા ઊભા કરવામાં આવેલા બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરેલી વિવિધ સ્ટોલની મુલાકાત લીધી.

ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ. ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની સનરાઈઝ પબ્લિક સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો ઉદ્ઘાટન સમારોહ આજે તા.૧૨/૧૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ આદિજાતિ વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. G.C.E.R.T., ગાંધીનગર, D.I.E.T, દાહોદ શિક્ષણાધિકારીની કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આ પ્રદર્શન યોજાયું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરએ પ્રાસંગિક વ્યક્તવ્ય આપતા કહ્યું હતું કે, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઇ રહી છે ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના આ પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ. સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે, જો પાયો જ મજબુત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એને માટે આપણે સૌએ જાગ્રત થવાની જરૂર છે. એક નાગરિક તરીકેની આપની પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે, આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ.

વધુમાં શિક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલ વાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબુત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે, શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. સમાજને ઉપર લાવવા અંકજ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યોના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખુબ જ જરૂરી છે. એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને એને સફળ બનાવવા ભાગીદારી આપીએ. આમ, આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલાશે. અને એને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગર એ શક્ય નથી.

શિક્ષણ મંત્રીએ શાળા પ્રાંગણમાં બાળ વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેએ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદ્દબોધન કર્યું હતું. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ આ અવસ્થામાં જીજ્ઞાશાવૃતિ નષ્ટ ન થવા દેવી જોઈએ. ટેકનોલોજી અને વિજ્ઞાનએ એવો વિષય છે, કે જે લોકો પાસે જીજ્ઞાશા છે, કલ્પના શક્તિ છે તેમણે આ જગતને કઈક આપ્યું છે. વિદ્યાર્થીઓએ હમેશા પરંપરાથી અલગ વિચારવું જોઈએ. આ જમાનામાં દરેકે વિજ્ઞાનને જાણવું જોઈએ.

આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઇ ભાભોર, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલિયાર, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અભિષેકભાઈ મેડા, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામાં, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારીયા, ડાયટ પ્રાચાર્ય સહિત વિવિધ શિક્ષણિક સંઘના હોદ્દેદારો સહિત શાળાના આચાર્યો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments